અંજારમાં ત્રણ શખ્સોએ ઓર્થોપેડિક તબીબની હથેડીમાં પેન આરપાર ઘૂસાડી

ગાંધીધામ, તા. 2: અંજારના શ્રીમાળી કોલોનીમાં આવેલા એક ઓર્થોપેડિક તબીબની ચેમ્બરમાં જઇ ત્રણ શખ્સોએ આ તબીબની હથેળીમાં પેન આરપાર ઘૂસાડી દઇ તબીબને માર મારતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, નવા અંજારની શ્રીમાળી કોલોનીમાં આજે બપોરે મારામારીનો આ બનાવ બન્યો હતો. ઓર્થોપેડિક તબીબ એવા ડો. કૃદંત ગોવિંદ આર્યએ થોડા દિવસ પહેલાં ફતેહગઢના રમેશ પટેલની કોણીનું ઓપરેશન કર્યું હતું. આ મુદ્દે રમેશ ઠક્કર, તેનો દીકરો હિરેન ઠક્કર અને એક અજાણ્યો શખ્સ એમ ત્રણ લોકો આ તબીબની અનુરાગ હોસ્પિટલમાં આવ્યા હતા. આ તબીબની ચેમ્બરમાં જઇ ઓપરેશન બરોબર કર્યું નથી તેનું ખોટું મનદુ:ખ રાખી તબીબની ટેબલ ઉપર રહેલી પેન ઉપાડી લીધી હતી અને તબીબની હથેળીમાં મારતાં આ પેન આરપાર કરી નાખી હતી અને આ ડોક્ટરને માર મારી ત્રણેય શખ્સો નાસી ગયા હતા. પોલીસે આ અંગે જુદી જુદી કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer