વડીલ સંતો ભુજ મંદિરની વૈચારિક સંપત્તિ

ભુજ, તા. 2 : ભુજ મંદિરના સદ્ગત મહંત શાત્રી સ્વામી ધર્મજીવનદાસજી ગણના અર્ધ સદી પહેલાના સમયે ભારતના 7 જ્ઞાની સંતોમાં થતી હતી. અત્યારે સંપ્રદાયમાં દરેક જગ્યાએ વડીલ સંતો ઓછા છે ત્યારે ભુજ મંદિરની વડીલ સંતો વૈચારિક સંપત્તિ હોવાનું સાળંગપુરના મહંત સ્વામી વિષ્ણુ પ્રકાશજીએ જણાવ્યું હતું. તેમણે સ્વામિનારાયણ ભગવાનના અયોધ્યાથી નીકળી 7 વર્ષમાં કરેલા વનભ્રમણના સ્થાનો ફક્ત ત્રણ?મિનિટમાં રજૂ કરી સભા મંડપને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આજે સવારે 11 વાગ્યે શ્રી હરિયાગની પૂર્ણાહુતિ મહંત સ્વામી ધર્મનંદનદાસજીના હસ્તે શ્રીફળ હોમીને કરાઇ હતી. વક્તા સ્વામી ઘનશ્યામદાસજીએ જણાવ્યું કે, અંત સમયે ભગવાનનું કોઇ ચરિત્ર યાદ આવે તો પણ મુક્તિ થાય છે ` સહજાનંદી ભકિત સાગરના પુરુષ રત્નો' જેનું સંપાદન પુરુષોત્તમભાઇ કાચાંએ કયું છે તેનું વડીલ સંતોના હસ્તે વિમોચન કરાયું હતું. સ્વામી કેશવજીવનદાસજીએ જણાવ્યું કે, સંતની સન્મુખ રહેવાથી ભયનો નાશ થાય છે. બીજા સત્રમાં શાત્રી સ્વામિનારાયણ મુનિદાસજીએ જણાવ્યું કે, શાત્રોનું શ્રવણ અને મનન છોડી દેવાથી મન વિચલિત થાય છે. સદ્.મુક્તાનંદ સ્વામી રચિત કીર્તનમુક્તાહાર પુસ્તક અને શાત્રી સ્વામી સિદ્ધેશ્વરદાસજીની હરિવાક્ય સુધાસિંધુની કથાની પેન ડ્રાઇવનું વિમોચન કરાયું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષમણસિંહ સોઢા અને તા.પં.ના પ્રમુખ હરીશ ભંડેરીએ કથા શ્રવણનો લાભ લીધો હતો. આયોજનમાં મહંત સ્વામી ધર્મનંદનદાસજી, પ્રેમપ્રકાશદાસજી, પાર્ષદ જાદવજી ભગત, દેવપ્રકાશદાસજી, સુખદેવ સ્વરૂપદાસજી તેમજ મુખ્ય કોઠારી રામજીભાઇ વેકરિયાની ટીમ સંભાળી રહી છે.