જીવનમાં અત્યંત ઉપયોગી એવા સંસ્કાર કેળવવા પ્રત્યેક મનુષ્ય માટે આવશ્યક

જીવનમાં અત્યંત ઉપયોગી એવા સંસ્કાર   કેળવવા પ્રત્યેક મનુષ્ય માટે આવશ્યક
ભુજ, તા. 2 : અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા સંચાલિત ગાયત્રી શક્તિપીઠ નલિયાના સહયોગથી લેડી ક્લબ સાંઘીપુરમ દ્વારા 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો હતો. વહેલી સવારે કળશધારી કુમારિકાઓ દ્વારા યજ્ઞમંડપ પ્રવેશ બાદ કુમારિકાઓને વધાવી કળશ મુખ્ય દેવ મંચ પર સ્થાપિત કરાયા હતા. સાંઘી સિમેન્ટ કંપનીના ડેપ્યુટી ડાયરેક્ટર એન.બી. ગોહિલ, મિ. સાંઘી, લેડી ક્લબના ક્રિષ્નાબા ગોહિલ તેમજ હોદ્દેદારો, કંપનીના ઓફિસરો, સેક્રેટરી વિજયાલક્ષ્મીબેન સુબ્રહ્મણ્યમ, ટ્રેઝરર મીતાબા રાણા દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. ભુજ ગાયત્રી શક્તિપીઠના રતિલાલ સીતાપરાજી યજ્ઞ સાથે ભારતીય ઋષિ પ્રણાલિકા પ્રમાણે મનુષ્યના પુંસવન સંસ્કારથી અંતિમ અંત્યેષ્ટી સંસ્કારની વિસ્તૃત સમજ આપી સંસ્કારોની જીવનમાં અગત્યતા બતાવી સંસ્કારો માટે આહ્વાન કર્યું હતું. ગાયત્રી વેદમાતા, દેવમાતા, વિશ્વમાતા ને ગીતાજી, શિવપુરાણ, રામાયણ તેમજ મહાભારતના ગ્રંથોનો હવાલો આપી ગાયત્રી મહિમાની સમજ તેમજ જીવનમાં યજ્ઞ પિતા અને ગાયત્રી માતાના આશીર્વાદની સાથે મનુષ્યમાં દેવત્વના વિકાસ માટે નિયમિત સાધના, આરાધના ને ઉપાસનાની મહત્તા શિવજીભાઈ મોઢ `િશવ' દ્વારા સમજાવવામાં આવી હતી. દેવ દક્ષિણાના ક્રમમાં ગાયત્રી શક્તિપીઠ નલિયાના મેનેજિંગ ટ્રસ્ટી હરેશભાઈ આઈયા વ્યસનમુક્તિ વિશે પ્રદર્શની લગાડી વ્યસન દ્વારા થતા નુકસાન અને પતન અંગે માર્ગદર્શન આપી વ્યસન દ્વારા થતા રોગો અને ઈનામી યોજના વિશે જાણકારી આપી હતી. પૂર્ણાહુતિ બપોરે 12 કલાકે શ્રીફળ હોમી કરવામાં આવી હતી. યજ્ઞશાળાની વ્યવસ્થા સ્થાનિક હનુમાનજી મંદિરના પૂજારી, ગાયત્રી શક્તિપીઠ-નલિયાના ટ્રસ્ટી લહેરીભાઈ સોલંકી, ભુજ શક્તિપીઠના બંકિમભાઈ અધિકારી, સ્થાનિક લેડી ક્લબના ક્રાર્યકર બહેનોએ સંભાળી હતી. સેક્રેટરી વિજયાલક્ષ્મી સુબ્રમણ્યમ, ટ્રેઝરર મીતાબા રાણાએ સંભાળી હતી. 24 કુંડી મહાયજ્ઞ ભુજ ગાયત્રી શક્તિપીઠના રતિલાલ સીતાપરા, માધાપર ગાયત્રી શક્તિપીઠના શિવજીભાઈ મોઢ `િશવ' દ્વારા સંપન્ન કરવામાં આવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer