રાજ્યસ્તરીય સંસ્કૃત શાત્રીય સ્પર્ધામાં એસજીવીપી ગુરુકુળના ઋષિકુમારોનો સપાટો

રાજ્યસ્તરીય સંસ્કૃત શાત્રીય સ્પર્ધામાં એસજીવીપી ગુરુકુળના ઋષિકુમારોનો સપાટો
અમદાવાદ, તા. 2 : ગુજરાત રાજ્ય સરકાર ગાંધીનગરના સહયોગથી અને એસજીવીપી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના યજમાનપદે યોજાયેલા રાજ્યસ્તરીય શાત્રીય સ્પર્ધામાં, ગુજરાતની 40 જેટલી પાઠશાળાઓમાંથી 350 ઋષિકુમારોએ ભાગ લીધો હતો, જેમાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના 28 ઋષિકુમારો જોડાયા હતા, તેમાં 7 ઋષિકુમારોને ગોલ્ડ, 7ને રજત અને 3 ઋષિકુમારો અને એક સ્વામીએ કાંસ્ય ચંદ્રક મેળવીને સપાટો બોલાવ્યો હતો.  જેમાં કચ્છના બેકુમારોનોય સમાવેશ થાય છે. ઋષિકુમારો પંડયા પ્રતીક (શાત્રાર્થ વિચાર), મયંક ભાઈલોત (વ્યાકરણ ભાષણ), ત્રિવેદી સ્મિત (મીમાંસા શલાકા), સહજ ખૂંટ (ન્યાયભાષણ), હરિકૃષ્ણદાસજી સ્વામી (સાંખ્ય ભાષણ), શુકવલ્લભદાસજી સ્વામી (મીમાંસા ભાષણ) અને પંડયા પ્રતીક કુમાર (અક્ષરશ્લોકી)ને પ્રથમ ક્રમાંકે વિજેતા થતાં સુવર્ણપદક તથા દ્વિતીય ક્રમાંકે વિજેતા એવા વ્યાસ સિદ્ધાંત (વેદાંત ભાષણ), જોશી હર્ષ (વ્યાકરણ શલાકા), વોરા બ્રિજેશ (ન્યાય શલાકા), ભટ્ટ આશિષ (જ્યોતિષ શલાકા), જાની કાર્તિક (જ્યોતિષ શલાકા), ભટ્ટ યશ (શુક્લ યજુર્વેદ સસ્વર કંઠપાઠ) અને વિશ્વમંગલદાસજી સ્વામી (શાત્રાર્થ વિચાર), રજતપદક તેમજ તૃતીય ક્રમાંકે વિજેતા પાઠક મીત (સાહિત્ય શલાકા), જોશી ધૈર્ય (માંડવી-સાહિત્ય શલાકા), સાંકળિયા દેવેન્દ્ર (ધર્મશાત્ર ભાષણ) અને સર્વમંગલદાસજી સ્વામી (વેદભાષ્ય ભાષણ)ને કાંસ્ય ચંદ્રક મળ્યા છે. વિજેતા ઋષિકુમારો અને સંતોને શા. માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પ્રધાનાચાર્ય રામપ્રિયજી અને અર્જુનાચાર્યના હસ્તે આશીર્વાદ અને અભિનંદન સાથે પ્રથમ વિજેતાને રૂા. 3000 અને દ્વિતીયને રૂા. 2000 અને તૃતીયને રૂા. 1000 રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ભુજના જોશી કિશનને ભાગવત આધારિત પુરાણ ઈતિહાસ શલાકામાં પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યો હતો. પ્રથમ આવેલા સ્પર્ધકો આગામી જાન્યુઆરી 2020માં ત્રિપુરાની રાજધાની અગરતલા ખાતે યોજાતી રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે તેવું યાદીમાં જણાવાયું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer