તરા (મંજલ)માં ઓમ શાંતિ આશ્રમમાં 51 કુંડી ગાયત્રી યજ્ઞની પૂર્ણાહુતિ

તરા (મંજલ)માં ઓમ શાંતિ આશ્રમમાં 51 કુંડી ગાયત્રી યજ્ઞની પૂર્ણાહુતિ
નખત્રાણા, તા. 2 : તાલુકાના તરા (મંજલ) ગામે ઓમ શાંતિ આશ્રમ સંસ્થાનમાં માતા મંજુલાબેન મનોજકુમાર અબોટી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વાલરામગુરુ ઓધવરામ પશુચિકિત્સા કેન્દ્ર અને અન્નક્ષેત્રના ઉપક્રમે 51 કુંડી ગાયત્રી યજ્ઞ યોજાયો હતો. 40 વરસ જેટલા સમયથી ઉમિયા માતાજી મંદિરનો પૂજારી પદ સંભાળતા નાથાલાલ જોશી સ્થાપિત ઓમ શાંતિ આશ્રમમાં તેમની પ્રેરણા અને યજમાનપદ આયોજિત 51 કુંડી ગાયત્રી યજ્ઞમાં આચાર્ય શિવમ મારાજ-ઉપાચાર્ય હિતેશ મારાજે વિધિ કરાવી હતી. હરિહર પરંપરાના ગુરુદ્વાર વાંઢાયના સંત દેવા સાહેબ તરા ગામે ઘણા સમય સુધી વિહાર કરતાં આ તેમની તપોભૂમિ છે. અહીંના આશ્રમ, પશુચિકિત્સા કેન્દ્ર અને અન્નક્ષેત્રના વિકાસ માટે દાતાઓ તથા સેવાર્થીઓને સમર્પિત થવા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ અનુરોધ કર્યો હતો. સાધ્વી ચંદુમા (ગઢશીશા), દેવીબા (મંજલ), પાર્વતીદેવી (લુડવા)એ ધર્મકાર્યના આયોજકો અને સેવાર્થીઓને બિરદાવ્યા હતા. સંસ્થાન દ્વારા સંતોનું અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે શશિકાંત પટેલ, કેસરબેન મહેશ્વરી, શંભુભાઈ જોશી, ક. જી. અબોટી, કનૈયાલાલ અબોટી, દોલુભા સોઢા, મહોબ્બતસિંહ સોઢા, અરવિંદસિંહ, ખેતાભાઈ રબારી, ધીરુભાઈ પટેલ (સાંયરા), બટુકસિંહ જાડેજા (સરપંચ) સહિતના અગ્રણીઓ તથા સાધ્વીઓનું સન્માન રોહિતભાઈ અબોટી તથા મંજુલાબેન અબોટીના હસ્તે શાલ, સ્મૃતિચિહ્ન અર્પણ કરી કરાયું હતું. નાથાલાલ મારાજે આભાર વ્યક્ત કર્યો હતો. સંચાલન ચંપકલાલ રાવલે કર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer