ભુજમાં એઇડ્સ દિને રોગ વિશે જનજાગૃતિનો પ્રયાસ

ભુજમાં એઇડ્સ દિને રોગ  વિશે જનજાગૃતિનો પ્રયાસ
ભુજ, તા. 2 : વર્લ્ડ એઇડ્સ ડે રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટી એચ.આઇ.વી. પોઝિટિવ લોકોની સંસ્થા એન.પી. પ્લસ સાથે  મળીને હમીરસર તળાવના કિનારે ખેંગારપાર્ક સામે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ખાસ તો આ મહાબીમારી શું છે, તે કેવી રીતે ફેલાય છે તે વિશે બંને સંસ્થાઓએ ચર્ચા કરી હતી. તથા જે લોકો આ બીમારીનો ભોગ બનેલાઓએ શું સાવચેતી કેળવવી જોઇએ તે વિશે વિસ્તારથી સમજણ અપાઇ હતી. દરમ્યાન મીણબત્તી પ્રગટાવી ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. રવિવારની સાંજે ખેંગારપાર્ક નજીક આ કાર્યક્રમમાં લોકો એઇડ્સ વિશે સાચી સમજણ મેળવી શકે તથા સમાજમાં જો કોઇપણ વ્યક્તિ આ બીમારીનો ભોગ બનેલો છે તો તેના શું કારણો હોઇ શકે અને એ લોકો પણ તંદુરસ્ત બની શકે તેવું મંતવ્ય વ્યક્ત કરાયું હતું. કચ્છ એન.પી. પ્લસ સંસ્થાના પ્રોજેકટ ડાયરેકટર અનિષાબેન ખોજા, પ્રમુખ રાજુભાઇ ચૌહાણ તથા એઇડ્સનો ભોગ બનેલાઓ માટે કાર્ય કરતી સંસ્થા વિહાન પ્રોજેકટના જિગરભાઇ, ભૂપેનભાઇ, જશવંતભાઇ, મામદભાઇ, રજિયાબેન તથા પીપીટીસી સંસ્થાના રેખાબેન તથા આર્યનભાઇ જોડાયા હતા. કાર્યક્રમનું આયોજન પ્રમુખ ધર્મેશ મહેતાના માર્ગદર્શન અને સેક્રેટરી દ્વિજેશ આચાર્યની ઉપસ્થિતિમાં વોલસિટીના સભ્યો દ્વારા યોજાયું હતું. તો પ્રોજેકટ ચેરમેન તરીકે પ્રિતેશ ઠક્કર તથા રિશી ગોર ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer