વિદ્યાર્થીઓને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો અંગે જાગૃત બનવા આહ્વાન

વિદ્યાર્થીઓને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો અંગે જાગૃત બનવા આહ્વાન
ભુજ, તા. 2 : તાલુકા કાનૂની સેવા સમિતિ, ભુજ અધિવક્તા પરિષદ પશ્ચિમ કચ્છ તથા બાર એસોસિયેશન ભુજના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં કેન્દ્રીય વિદ્યાલય-2, થલસેના ખાતે કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો અંગે જાગૃત બનવા આહ્વાન કરાયું હતું. આ કાનૂની જાગૃતિ કાર્યક્રમમાં કાનૂની સેવા સમિતિના કચ્છના અધ્યક્ષ તથા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ જે. ડી. સોલંકી, અધિવક્તા પરિષદ, કચ્છ વિભાગના મંત્રી ઘનશ્યામભાઈ ગોર, ભુજ બાર એસોસિયેશનના પ્રમુખ અનિલભાઈ જોષી તથા સહમંત્રી અમિતભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઘનશ્યામભાઈ ગોરે ભારતના બંધારણની સરળ ભાષામાં વિદ્યાર્થીઓને સમજ આપી રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો અંગે જાગૃત થવા આહ્વાન કર્યું હતું. અનિલભાઈ જોષીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ શાળાના પ્રાચાર્ય રાજેશભાઈ ત્રિવેદીએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા વિજયકુમાર પંચાલ, જગદીશભાઈ પરમાર, ઓમ પ્રકાશ દાસોંદી તથા સલીમભાઈ શેખએ જહેમત ઉઠાવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer