કચ્છનો દિવ્યાંગ સૌરાષ્ટ્રના હજારો દિવ્યાંગો માટે રાહબર

કચ્છનો દિવ્યાંગ સૌરાષ્ટ્રના હજારો દિવ્યાંગો માટે રાહબર
સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા વર્ષ 199રથી સમગ્ર વિશ્વમાં 30 ડિસેમ્બરના દિવસને વિશ્વવિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર માનવજાત વિશ્વના દિવ્યાંગો પ્રત્યે સહાનુભૂતિ દાખવે, દિવ્યાંગોનું આત્મગૌરવ વધે, તેમને સન્માન મળે અને સમગ્ર વિશ્વમાં વિવિધ પ્રકારના વિકલાંગતા ધરાવતા લોકોનું કલ્યાણ થાય તે માટે આ દિવસ વિશ્વનાદિવ્યાંગોને સમર્પિત કરવામાં આવ્યો છે. દિવ્યાંગો સામાજિક, રાજકીય અને આર્થિક રીતે તેમના તમામ અધિકારો મેળવી શકે, તે સામાન્ય માનવજીવન જેવું જ જીવન જીવી શકે અને દરેક રાષ્ટ્ર વિકલાંગોના ઉત્થાનને માટે જરૂરી યોજનાઓ બનાવે તે માટે ભારત દેશ પણ સંયુકત રાષ્ટ્રસંઘના એક ભાગ તરીકે કટિબધ્ધ છે. સામાન્ય નાગરિકોને મળતા તમામ લાભ, હક્ક અને સુવિધાઓ વિકલાંગોને મળે તે માટે દેશમાં ઘણી પહેલ થઈ છે. કચ્છના એક દિવ્યાંગે સૌરાષ્ટ્રના ભાવનગર ખાતે દિવ્યાંગોના સન્માન અને સશકિતકરણની એક મશાલ જગાવી છે. કચ્છના રાપર તાલુકાના સુવઈ ગામનો દિવ્યાંગ નામે મનસુખ સોલંકીએ આજે ભાવનગર સહિત સૌરાષ્ટ્રના દિવ્યાંગો માટે વિકલાંગ સેવાની ભેખ જગાવી છે. ખાસ કરીને રમત-ગમતમાં દિવ્યાંગો આગળ આવે અને તેઓ પણ પોતાની સ્પોર્ટસ સ્પિરિટ અને કૌશલ્ય બહાર લાવી શકે તે માટે અનેક દિવ્યાંગ ભાઈ-બહેનોને તાલીમ, માર્ગદર્શન અને પીઠબળ આપીને તૈયાર કર્યા છે અને રાજ્ય સ્તરે તેમજ નેશનલ સ્તરે વિવિધ પેરા રમતોત્સવમાં આગળ લાવવા મદદ કરી છે. જન્મના થોડા વરસો પછી, સામાન્ય તાવમાં સારવાર દરમ્યાન પગના સ્નાયુમાં ઈન્જેકશન લાગી જવાથી એક પગમાં અપંગતા આવી ગઈ, બચપનમાં જ જીવનના સપનાઓ જાણે રોળાઈ ગયા. મજૂરી કરીને ગુજરાન ચલાવતા માતા-પિતા માટે તો મોટી મુસીબત આવી પડી. મનસુખભાઈએ પોતાના પગની કાર્યક્ષમતા ગુમાવી પરંતુ પોતાનો આત્મવિશ્વાસ ન ગુમાવ્યો. યુવાન વયે અભ્યાસ પૂર્ણ કર્યા પછી, કચ્છમાં કચ્છ વિકાસ ટ્રસ્ટ અને બીજી સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાઈને કચ્છના દિવ્યાંગોને વિવિધ સરકારી યોજનાઓ, પેરાપ્લેજિક સારવાર, ખાસ કરીને ભૂકંપ પછી આકસ્મિક રીતે વિકલાંગ બનેલા બાળકો, યુવાનો, વૃધ્ધોને પૂરતું માર્ગદર્શન, મેડિકલ સેવાઓ, રોજગારલક્ષી યોજનાઓ તેમના સુધી પહોંચાડી અનેક વિકલાંગોને મદદ કરી. પછી તેઓ ભાવનગર ખાતે સ્થાયી થયા, સૌરાષ્ટ્રના હજારો દિવ્યાંગોની પીડાને વાચા આપવા તેમણે ભાવનગર ખાતે વર્ષ ર014 વિકલાંગ ક્રાન્તિ સંગઠનની સ્થાપના કરી, આ સંગઠન દ્વારા ગુજરાત રાજ્યની 100 જેટલી વિવિધ સંસ્થાઓ સાથે જોડાઈને દિવ્યાંગોમાં આત્મચેતના જગાવી. આ સંસ્થા મારફતે ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા યોજાતા ખેલમહાકુંભ તેમજ પેરા ઓલિમ્પિક ગેમમાં દિવ્યાંગો તેમનું કૌશલ્ય દાખવી શકે તે માટે તાલુકે તાલુકે કેમ્પ યોજીને વિવિધ રમતોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. તેઓ ખેલમહાકુંભના આયોજન માટે અને દિવ્યાંગોને તૈયાર કરવા માટે ભાવનગર અને બોટાદના કન્વીનર તરીકેની જવાબદારી નિભાવે છે. દિવ્યાંગોમાં નવી ચેતના લાવવા, દિવ્યાંગોને અનેક સ્તરે તૈયાર કરી તેમના આવડત, કૌશલ્ય અને ક્ષમતાઓને બહાર લાવવા તેમણે ભાવનગર ખાતે `િવકલાંગ વાચા' માસિક સામયિક ચાલુ કર્યું છે. આ સામયિક રાજ્ય વ્યાપી ફેલાવો ધરાવે છે અને સમગ્ર રાજ્યના દિવ્યાંગો સુધી પહોંચાડવામાં આવે છે. વર્ષ ર008માં તેમણે કચ્છના વિકલાંગો સાથે કામ કરતા કરતા સમગ્ર કચ્છના દિવ્યાંગોની વિવિધ ક્ષેત્રની સફળ ગાથાઓનો અભ્યાસ કરીને તેનું સંકલન કરી દિશાસૂચક નામનું પુસ્તક બહાર પાડયું હતું. તેમના જીવનસાથી સરલાબેન સોલંકી પણ દિવ્યાંગ છે, તેઓ પણ પેરા ઓલિમ્પિક રમતોત્સવમાં ખૂબ સક્રિય છે. મનસુખભાઈ ભાવનગર જિલ્લામાં જિલ્લા કક્ષાએ વર્ષ ર013થી ચક્રફેંકમાં સતત છ વરસથી પ્રથમ નંબર મેળવતા રહ્યા છે. વર્ષ ર01પમાં કેન્દ્ર સરકાર દ્વારા નડિયાદ ખાતે આયોજિત ખેલ મહાકુંભમાં ચક્રફેંકની હરીફાઈમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો, જ્યારે ગોળાફેંકમાં દ્વિતીય નંબર મેળવ્યો હતો. સમગ્ર રાજ્યમાં એક પહેલ કહી શકાય તેવા એક નવીનતમ પ્રયોગ તરીકે તેમણે વિકલાંગ ક્રાંતિ સંગઠન દ્વારા ભાવનગર ખાતે વર્ષ ર018થી નવરાત્રિ દરમ્યાન `િદવ્યાંગ ગરબા'ની શરૂઆત કરવામાં આવેલી છે. દિવ્યાંગો પણ નવરાત્રિમાં નાચી, ઝૂમી શકે અને પોતે વિકલાંગતાની વ્યથામાંથી બહાર આવી ગરબાઓનો આનંદ માણી શકે તે માટે છલ્ઁલા બે વર્ષથી દિવ્યાંગ ગરબા યોજવામાં આવે છે, જેમાં સ્થાનિક સાંસદ, ધારાસભ્યો તેમજ અન્ય સંસ્થાઓનો સહયોગ મળે છે. આજના વિશ્વવિકલાંગ દિવસ નિમિત્તે કચ્છના દિવ્યાંગો એમના જેવા જ એક દિવ્યાંગના કાર્યોથી પ્રેરણા મેળવે તેમજ કચ્છીજનો પણ એક કચ્છી વિકલાંગના પ્રેરણાદાયક કાર્યોથી ગૌરવ અનુભવે તેમજ સૌ નાગરિકો દિવ્યાંગો પ્રત્યે સન્માન, ગૌરવ સમાનતાના ભાવથી જુએ સાથે સાથે દિવ્યાંગોના માનવાધિકારો, આત્મસન્માન અને સર્વાંગી વિકાસ માટે યોગદાન આપે તે આજના દિવસનો સાચો સંદેશ છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer