મોબાઇલ પ્લાનના ભાવવધારાનાં સારાં-નરસાં પાસાં

એકવાર કોઇ વસ્તુનું વ્યસન થઇ જાય ત્યારબાદ તેના પાછળ ખર્ચ ઘટાડવો મુશ્કેલી પડે છે, ત્યારે તાજેતરમાં જ વોડાફોન, એરટેલ, આઇડિયા, જિઓ સહિતની ખાનગી મોબાઇલ નેટવર્ક કંપનીઓ દ્વારા પ્લાનના ભાવમાં 40થી 42 ટકા વધારો ઝીંકાતાં એક તરફ સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાશે અને બેથી ત્રણ કંપનીના કાર્ડ ધરાવનારા હવે જરૂરત મુજબના જ કાર્ડ રાખી વધારાના બંધ કરાવશે, જ્યારે બીજી તરફ ખોટા અને વારંવાર ફોન પર તેમજ કલાકોની વાતો ઉપર ગ્રાહકોને ખુદ જ સંયમ રાખવો પડશે. મોબાઇલ નેટવર્ક કંપનીઓના ભાવવધારાના નિર્ણયથી શું અસર થશે તે જાણીએ. ભાઇઓ ખુશ.. બહેનો નારાજ.. આ અંગે જિગર અજાણીએ જણાવ્યું કે, મફત મળે એટલે લોકોની આદત બગડે તેવું જ મફત ફોન કોલમાં થયું અને બિનજરૂરી ફોનનું પ્રમાણ વધી ગયું. આ નિર્ણયથી લાંબી વાતો પણ ઘટી જશે અને લોકો મહત્ત્વની હશે તેટલી જ વાતો કરશે. ખાસ કરીને પુરુષો કરતાં મહિલાઓની વાતોની વધુ આદત હોય છે, જેથી તેઓ નારાજ ચોક્કસ થશે. જો કે, જરૂરતમંદ લોકોને થોડી મુશ્કેલી ચોક્કસ પડશે તેવું ઉમેર્યું હતું. વ્યસન બનાવી ભાવ વધાર્યા કંપનીએ પહેલાં લોકોની આદત બગાડી અને જેમને એક જી.બી.ની જરૂરત હતી તેમને દોઢ જી.બી. ડેટા આપ્યો અને હવે પ્લાનમાં ભાવવધારો કરી લોકોને વધુ નાણાં ખર્ચવા મજબૂર કરી દીધા, જે અયોગ્ય છે, તેવું ભાવેશભાઇ ઠક્કરે જણાવી ઉમેર્યું કે, બીએસએનએલએ લોકોને ફાયદો થાય તેવા પ્લાન આપવા જોઇએ. કંપનીએ લોકોને છેતર્યા અલગ-અલગ મોબાઇલ નેટવર્ક કંપનીઓએ સામાન્ય લોકોની આદત પાડી અને હવે તેના પર ભાવનો વધારો કરી આદતનો ફાયદો ઉઠાવ્યો હોવાનું મહમદભાઇ લાખાએ જણાવ્યું હતું. સામાન્ય પરિવારમાં પણ દરેક જણ પાસે મોબાઇલ હતા, પરંતુ હવે તેમાંથી જરૂરી હશે તેમની પાસે જ ફોન રહેશે. રિચાર્જ મોંઘા થવાથી અનેક મોબાઇલનો ખર્ચ પણ ગરીબ લોકોને માથે પડશે. ફોનથી થતા રોજબરોજના કામને અસર થશે મોબાઇલ ગરીબથી તવંગર લોકોના જીવનનો ભાગ બની ગયા છે. રોજબરોજનાં અનેક કામો હવે ફોન દ્વારા જ પૂર્ણ થઇ જતાં તેવું જીતુભાઇ ઠક્કરે કહી ઉમેર્યું કે, આ સેવા દરેક માટે અને ખાસ કરીને ધંધો-રોજગાર મૂકીને જઇ ન શકનારા વેપારીઓ માટે આદર્શ હતી, પરંતુ હવે રિચાર્જમાં ભાવવધારો ખાસ કરીને મજૂર-ગરીબ લોકો માટે મુશ્કેલી સર્જશે અને અનેક ફોન બંધ કરવા મજબૂર બનશે. સેવામાં અનેક ખામી છે ત્યારે ભાવવધારો અયોગ્ય 40 ટકા વધારાથી એક વ્યક્તિને કદાચ ફરક ન પડે પણ કરોડો લોકો પર આ દર લાગુ કરાય ત્યારે તે આંક ઊંચો જાય છે તેવું વિશાલ માહેશ્વરીએ જણાવી ઉમેર્યું કે, ભારત બહાર કંપની સંપૂર્ણ જવાબદારી લેતી હોય છે. પરંતુ અહીં સેવામાં પણ અનેક ત્રુટિઓ છે ત્યારે ભાવવધારો અયોગ્ય છે. હા, જે તે કંપનીઓનાં લેણાં ઉતારવા આ ભાવવધારો ચોક્કસ ફાયદારૂપ રહેશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer