સરકારી કચેરીઓમાં આડેધડ પાર્ક થતા વાહનો સર્જે છે મુશ્કેલી

ભુજ, તા. 1 : શહેરની મોટાભાગની સરકારી કચેરીઓમાં આડેધડ રીતે કરવામાં આવતા પાર્કિગથી અનેક પ્રકારની મુશ્કેલીઓનું સર્જન થઈ રહ્યું છે. નોંધનીય ગણી શકાય તેવી બાબત એ છે કે જ્યાં નો પાર્કિગના બોર્ડ લગાડાયા છે તેની નીચે જ વાહનો પાર્ક થઈ રહ્યા હોવા છતાં યોગ્ય વ્યવસ્થા પાર્કિગ બાબતની ગોઠવી શકાઈ નથી. કલેક્ટર કચેરી હોય કે પછી મામલતદાર-તાલુકા પંચાયત કે અન્ય મહત્ત્વની કચેરી કે જ્યાં અરજદારોની અવરજવર વધુ સંખ્યામાં રહેતી હોય છે એવી આ તમામ કચેરીઓમાં વાહનો આડેધડ રીતે પાર્ક કરવામાં આવતા હોવાથી અનેકવિધ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. મોટાભાગની કચેરીઓમાં ઓડેધડ વાહન પાર્ક ન કરવા બાબતના બોર્ડ તો લગાડાય છે પણ આવા બોર્ડ માત્ર દેખાડવા પૂરતા સીમિત રહી જતા હોવાનું હાલ જોવા મળતી સ્થિતિ પરથી દેખાઈ રહ્યું છે. આ સમસ્યાનો ઉકેલ લાવવો ખુદ તંત્રવાહકો માટે પણ હાલના તબક્કે તો મોટો પડકાર બની

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer