લંડનમાં રાજકોટ ગુરુકુળના સંતો દ્વારા વચનામૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે

લંડનમાં રાજકોટ ગુરુકુળના સંતો દ્વારા વચનામૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે
લંડન, તા. 1 : શાત્ર એ લક્ષ્મણ રેખા છે તે જીવોનું રક્ષણ કરે છે પરંતુ બંધન ક્યારે કરતું નથી એવું શનિવારે લંડન ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન યુ.કે.ના ઉપક્રમે યોજાઇ રહેલા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના દિવસે  પ્રભુ સ્વામીએ કહ્યું હતું. લંડનના હેરો વિસ્તારમાં મોર હાઉસ રોડ ખાતે આવેલા કેન્મોર સ્કૂલના મધ્યસ્થ ભવનમાં મહોત્સવ ઉજવાય છે. માગશર સુદ ચોથના દિવસે 200 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લામાં આવેલા ગઢડા ગામે દાદાખાચરના દરબારમાં ભગવાન  સ્વામિનારાયણે જે અમૃત-વચનો વહાવેલાં તેનો પ્રારંભ કર્યો. તે દિવસને ઉપલક્ષ્યે લંડનમાં વસતા ભાવિકો દ્વારા ત્રિદિનાત્મક દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. આ પ્રસંગે શાત્રી વિરક્તજીવનદાસજી સ્વામી તથા પુરાણી ભક્તિતનયદાસજી સ્વામીએ વચનામૃત ઉપર કથાવાર્તા સત્સંગનો વિશેષ લાભ આપ્યો હતો. ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ સાથે વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુલમાં છેલ્લા છ વર્ષથી વચનામૃત અખંડ પાઠ તથા પૂજન થઇ રહ્યું છે. 700 પાનાના આ વચનામૃતમાં 2300 ઉપરાંત પાઠ પૂર્ણ થયા છે. ગુરુદેવ શાત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામી નિત્યપૂજામાં વચનામૃતનું વાંચન આજીવન કરતા રહેલા ઉજવણી નિમિતે 52,000 ઉપરાંત વચનામૃતના વિશેષ પાઠ થયા છે એમ પ્રભુ સ્વામીએ કહ્યું હતું. હરિ ભક્તોએ સૌના હાથમાં કેક રાખી ભગવાનને મંત્રો દ્વારા જમાડયા હતા સંતો તેમજ યજમાનોએ ગ્રંથ રાજ વચનામૃતનું વત્ર, અલંકાર, ફળથી તેમજ સ્વયંસેવક યુવાનોએ 20 કિલો મોતી પરોવેલા 20 ફૂટ લાંબા હારથી પૂજન કર્યું હતું. બધા જ મહિલા તથા પુરુષોએ વચનામૃતનો 50 કિલો બદામ, કાજુ, કિસમિસથી અભિષેક કર્યો હતો. કથાના અંતે સંતોએ દક્ષિણા રૂપે સૌને એક વચનામૃત વાંચવાનો નિયમ આપ્યો હતો. રસોઇની સેવા  ભક્તિ મહિલા મંડળે કરી જ્યારે સભા વ્યવસ્થા તેમજ પાર્કિંગની વ્યવસ્થા 1 ડિગ્રી જેવી ઠંડીમાં પણ યુવાનોએ બજાવી તે બદલ સંતોએ તેમને આશીર્વાદ આપ્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer