એઇડ્સગ્રસ્તોને સમાજમાં સહાનુભૂતિપૂર્વક સ્વીકારો

એઇડ્સગ્રસ્તોને સમાજમાં સહાનુભૂતિપૂર્વક સ્વીકારો
ભુજ, તા. 1 : અહીંની જિલ્લા પંચાયત ખાતે વિશ્વ એઇડ્સ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ એઇડ્સગ્રસ્તોને સમાજમાં સહાનુભૂતિપૂર્વક સ્વીકારવા અપીલ કરી એઇડ્સ પ્રત્યે જાગૃત બનવા અનુરોધ કર્યો હતો. કચ્છ જિલ્લા પંચાયત ખાતે સ્વેતના ઇએમટીસીટી, જીએસ એનપી પ્લસ અને કચ્છ એનપી પ્લસની ટીમ દ્વારા કરાયેલી ઉજવણી દરમ્યાન છેલ્લા બે વર્ષથી સારવાર લઇ રહેલી એચઆઇવી પોઝિટિવ સગર્ભા માતાઓ અને બાળકોની નિયમિત તપાસ પૂર્ણ કરી તમામ બાળકોને એચઆઇવીના ચેપમુક્ત કરાયા હતા. આવા બાળકો પૈકી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા 11 જેટલા બાળકોનો નવો જન્મ દિવસ ઉજવી કેક કાપી, રમકડાં, કપડાં અને ન્યૂટ્રિશિયન કિટનું વિતરણ કરાયું હતું તેમજ માતા-પિતા વિનાના બાળકોની રહેવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે સીડીએચઓ ડો. પ્રેમકુમાર કન્નર, ડીટીએચઓ ડો. ડી. કે. ગાલા, ડો. ગોપાલ હીરાણી, કચ્છ એનપી પ્લસ, `ખેલ ખેલ મેં'ના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત એપ્રિલ માસથી જિલ્લામાં કુલ્લ 4994 સગર્ભા બહેનોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 80થી વધુ બહેનોના રિપોર્ટ એચઆઇવી પોઝિટિવ આવ્યા હતા. આ બહેનોની સગર્ભા અવસ્થા, સૂવાવડ?અને બાળકના જન્મ પછી પણ માતા તથા બાળકને સારવાર આપી બાળકોને એચઆઇવી ચેપથી મુક્ત કરાવાયા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer