ડીપીટીની એઈડ્સ જાગૃતિની કામગીરી રાજ્યકક્ષાએ બિરદાવાઈ

ડીપીટીની એઈડ્સ જાગૃતિની કામગીરી રાજ્યકક્ષાએ બિરદાવાઈ
ગાંધીધામ, તા.1 : વિશ્વ એઈડ્સ ડેના ઉપલક્ષમાં એઈડ્સ જાગૃતિ માટે નોંધપાત્ર કામગીરી બદલ દીન દયાળ પોર્ટને પુરસ્કાર એનાયત કરાયો હતો. ગુજરાત એઈડસ કંટ્રોલ સોસાયટી દ્વારા ગુજરાત હેલ્થ એન્ડ ફેમિલી વિભાગના સહયોગથી એઈડસ રોકથામ અને જાગૃતિ ક્ષેત્રે થતી કામગીરીને બીરદાવવા પુરસ્કાર વિતરણ સમારોહ યોજાવામાં આવે છે. આ અંતર્ગત આજે રાજકોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના પ્રથમ હરોળના મહાબંદર કંડલાને એઈડસ જાગૃતિ સંદર્ભે વર્ષ દરમ્યાન કરાયેલી શ્રેષ્ઠ કામગીરીની રાજયકક્ષાએ નોંધ લેવાઈ હતી. ડીપીટીના સિનિયર ડેપ્યુટી સેક્રેટરી યોગેશકુમાર સિંગે દીન દયાલ પોર્ટ વતી આ સન્માન સ્વીકાર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે એઈડ્સ જાગૃતિ અને તેને અટકાવવા માટે પોર્ટ પ્રશાસન દ્વારા સમયાંતરે કાર્યક્રમો યોજવામાં આવે છે. ગત જુલાઈ 2019માં કંડલા ખાતે પ્રશાસન દ્વારા શેરી નાટક અને વિવિધ રમતોનું આયોજન કરી ટ્રક ડ્રાઈવરો અને મજૂરોને એઈડસ જાગૃતિનો સંદેશો  આપ્યો હતો. તેમજ એચ.આઈ.વી. પરીક્ષણ માટે કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરીને અનુલક્ષીને રાજય સરકાર દ્વારા આ પુરસ્કાર એનાયત કારાયો હોવાનું પ્રવકતા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer