ભીરંડિયારા રસ્તા માટે બાજુમાં ખોદાતા ખાડા

ભીરંડિયારા રસ્તા માટે બાજુમાં ખોદાતા ખાડા
ભિરંડિયારા (તા. ભુજ), તા. 1 : તાલુકાના ભિરંડિયારાથી ધોરડો વચ્ચે ચાલતા રસ્તા પહોળા કરવાના કામમાં માર્ગની બન્ને બાજુ 6થી 8 ફૂટના ખાડા ખોદી માટી ઉપાડવામાં આવે છે.  સ્થળની રૂબરૂ મુલાકાત લેતા કોન્ટ્રાક્ટરે  એવા ઉડાઉ જવાબ આપ્યા કે આ સરકારી કામો છે. આવી રીતે જ ચાલવાના . ઊંડા ખાડામાં જો ગાય કે ભેંસ પડી જાય તો કોણ જવાબદાર તેવું પૂછતાં તેમને જવાબ આપ્યો કે સાહેબ અહીં છે નહીં. આવે તો તેમને જ પૂછી લેજો. પશુધન ધરાવતો વિસ્તાર હોવાને નાતે વહેલી તકે અધિકારીઓ રૂબરૂ ઘટના સ્થળની મુલાકાત લઈ દૂર-દૂર સુધી ખોદી કાઢેલા ખાડાઓ પૂરી માટી ઉપાડવાની વ્યવસ્થા બીજી જગ્યાએથી કરે તો મહામૂલું પશુધન મોતના મુખમાં ધકેલાતું બચી જાય.રસ્તાનું કામ અને ફાટકોને વ્યવસ્થિત ન કરવાના કારણે માલધારી લોકોને ભય છે કે જો આવી મોટી ચરીઓમાં પશુઓ પડીને મરી ગયા તો જવાબદાર કોણ? ભિરંડિયારા તા. પંચાયતના ઉપસરપંચ ફકીરમામદે ઘટના સ્થળે જઈ વાત કરવાનો પ્રયાસ કર્યો તો એવો ઉડાઉ જવાબ આપ્યો કે જો આપને કંઈ પણ જાણવું હોય તો અમારી ઓફિસે અંજાર  જાઓ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer