વોર્નરની ભવિષ્યવાણી: લારાનો 400 રનનો રેકોર્ડ રોહિત તોડશે

એડિલેડ, તા. 1 : ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનિંગ બેટસમેન ડેવિડ વોર્નરનું માનવું છે કે ભારતનો રોહિત શર્મા ટેસ્ટ મેચોમાં અણનમ 400 રનનો વેસ્ટ ઇન્ડિઝના મહાન બેટસમેન બ્રાયન લારાનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની ક્ષમતા ધરાવે છે. વોર્નરે પાકિસ્તાન વિરુદ્ધની ડે-નાઇટ ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારીને અણનમ 33પ રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. તે લારાના આ વિક્રમથી 6પ રન દૂર હતો, ત્યારે કાંગારુ કેપ્ટન ટિમ પેને ત્રણ વિકેટે પ89 રને દાવ ડિકલેર કરી દીધો હતો. વોર્નરે એમ પણ કહ્યું હતું કે, હું ટેસ્ટ ક્રિકેટમાં પણ સારો દેખાવ કરી શકીશ એવી પ્રેરણા મને વીરેન્દ્ર સેહવાગે આપી હતી. આથી વોર્નર લારાનો રેકોર્ડ તોડી શકયો ન હતો, પણ તેનું માનવું છે કે 400નો આંકડો પાર કરવો સંભવ છે. વોર્નરે કહ્યંy કે નજીકના ભવિષ્યમાં રોહિત શર્મા આ ઉપલબ્ધિ મેળવી શકે છે. ટેસ્ટ ક્રિકેટમાં વ્યક્તિગત 400નો સ્કોર લારાનાં નામે છે. જે તેણે 2004માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ કર્યો હતો. વોર્નરનું કહેવું છે કે, આ રેકોર્ડ સ્થિતિ મુજબ છે. અમારે ત્યાં લાંબી લાંબી બાઉન્ડ્રી છે, આથી આવા રેકોર્ડ મુશ્કેલ બને છે. થાક હાવી થઇ જાય છે. જેથી મોટા શોર્ટ રમવા મુશ્કેલ બને છે. મારા મતે આ મામલે કોઇ એક ખેલાડીનું નામ લઇ શકાય તો તે રોહિત શર્મા છે. રોહિત વન-ડેમાં ત્રણ બેવડી સદી કરી ચૂકયો છે અને હવે તે ટેસ્ટમાં પણ દાવનો પ્રારંભ કરી રહ્યો છે. દ. આફ્રિકા સામેની શ્રેણીની પહેલી  ટેસ્ટમાં તેણે બન્ને દાવમાં સદી કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer