ગાંધીધામ : ઇન્દિરા નગરમાંથી લૂંટ ચલાવનારા બેની ધરપકડ

ગાંધીધામ, તા 1 : શહેરની ભાગોળે આવેલા ઇન્દિરા નગર વિસ્તારમાં લૂંટના પ્રકરણમાં બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી.ઇન્દિરાનગરમાં મીઠીલાલ કજોડમલ જાટ નામનો યુવાન પોતાની ભંગારની દુકાને હતો ત્યારે શેરખાન ઉર્ફે સમ્સી રહેમત ખાન જત અને અનિલ બડગા (મહેશ્વરી) નામના શખ્સો ત્યાં આવ્યા હતા આ શખ્સોએ ફરિયાદી પાસેથી રૂા. 3800ની  લૂંટ ચલાવી અને હવે દર મહિને રૂા. 15,000નો હપ્તો આપવા માગણી કરી હતી. ગત તા. 8-8નાં બનેલા આ બનાવ અંગે ફરિયાદીએ બિ-ડિવિઝન પોલીસ મથકે ગત તા. 7-9નાં  લેખિતમાં ફરિયાદ કરી હતી જે અંગે ગઇકાલે ગુનો પોલીસના ચોપડે ચડયો હતો અને બાદમાં પોલીસે આ બન્ને તહોમતદારોને પકડી પાડયા હતા. લૂંટમાં ગયેલી રકમ વગેરે કબ્જે લેવા, બંનેના  રિમાન્ડ મેળવવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer