કચ્છ યુનિ.ના પૂર્વ કુલસચિવને માહિતી અધિકાર તળે 21 હજારનો દંડ

ગાંધીધામ, તા. 1 : કચ્છ યુનીવસીર્ટીમાં માહિતી અધિકાર તળે થયેલી એક અરજીમાં માહિતી આપવામાં  વિલંબ મુદે તત્કાલિન કુલસચિવે અરજદારને  રૂ. 21,250  ચુકવવા  આદેશ થયો હતો.અંજારના એક ધારાશાત્રીએ કચ્છ યુનિવર્સીટીમાં જુદી -જુદી માહિતી માંગી હતી. દરમ્યાન તત્કાલિન કુલસચિવ ડે. એમ.જી. ઠકકર દ્વારા માહિતી આપવામાં વિલંબ કરાતાં  યુનિવર્સીટીના પ્રથમ અપીલ અધિકાર સમક્ષ અપીલ કરાઈ હતી. જેમાં બંને પક્ષો સાંભળ્યા બાદ માહિતી આપવામાં વિલંબ થયો હોવાનુ બહાર આવતા પૂર્વ કુલસચિવને દરરોજના રૂ. 250 લેખે  85 દિવસના રૂ. 21250  અરજીકર્તાને 30 દિવસમાં ચુકવવા હુકમ થયો  હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer