સમાન વીજદર નિર્ણયને કિસાન સંઘનો આવકાર

ભુજ, તા. 1 : રાજ્ય સરકારના સમાન વીજ દરની મહત્વપૂર્ણ જાહેરાતને ભારતીય કિસાન સંઘે આવકાર આપ્યો હતો અને જણાવ્યું કે, ગુજરાતના વધુ હો.પા. ધરાવતા કૃષિ વીજ ગ્રાહકો માટે સંગઠને લાંબા સમયે રજૂઆત કરી હતી ગત પ્રદેશ પ્રતિનિધિ સભામાં સમાન વીજ દરોનો પ્રસ્તાવ અને તમામ જિલ્લાના આવેદન પત્રોમાં રજુઆત કરાઇ હતી. આ નિર્ણય બદલ કિસાન સંઘે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા ઉર્જામંત્રીનો આભાર વ્યક્ત કરી ઉમેર્યું હતું કે, બે લાખથી વધુ કિસાનોને વીજ બિલમાં રાહત મળશે. ભા.કિ.સંઘના કચ્છ જિલ્લા સંયોજક લક્ષમણ એલ. વરસાણીની એક યાદીમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વધુ હો.પા.ની મોટરો ચલાવી પડતી હતી પાણીના ઊંડાતળ નવા બોર કરવાના ખર્ચ અને રીપેરીંગ મરામતના પણ ઉંચા આર્થિક પડકારો વચ્ચે તેમને વધુ હો.પા. વાપરવાએ મજબૂરી છે ત્યારે તેમના દરોને સમાન એટલે કે 7.5 હો.પા.ના જ વાર્ષિક પ્રતિ હો.પા. 665 રાખવાની રજુઆત સંગઠન દ્વારા વર્ષોથી કરવામાં આવતી હતી. આ સરકાર આ જ રીતે વધુને વધુ કિસાન હિતલક્ષી હકારાત્મક અભિગમ અપનાવી નિર્ણયો કરશે તેવી આશા ભા.કિ. સંઘ?કચ્છ દ્વારા વ્યક્ત કરાઇ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer