કાલે ભુજમાં કવીઓ મહાજન દ્વારા આરોગ્ય તપાસણી નિદાન-સારવાર કેમ્પ
ભુજ, તા. 1 : ક.વી.ઓ. જૈન મહાજન ભુજ સંચાલિત રતનશી ટોકરશી વોરા મેડિકલ ચેકઅપ સેન્ટર ખાતે સંસ્થાના પ્રમુખ તારાચંદભાઇ છેડાના માર્ગદર્શન હેઠળ ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા આગામી તા. 3ના રવિવારે બપોરે 4થી 6 સુધી મુંબઇના સુપર નિષ્ણાંત ડોક્ટરના જનરલ આરોગ્ય તપાસણીના નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ મેડિકલ કેમ્પ વિશે વધુ માહિતી આપતાં સંસ્થાના પ્રમુખ તારાચંદભાઇ છેડાએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા ડોક્ટરોની સેવા સ્થાનિકે ઉપલબ્ધ નથી તેવા ડોક્ટરોને સ્થાનિકે બોલાવીને નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજનું કરવામાં આવે છે. જેના અનુસંધાનમાં આ મેડિકલ કેમ્પમાં જનરલ રોગની તપાસણી નિ:શુલ્ક તથા લેબોરેટરી, સોનોગ્રાફી અને એક્સ-રે વિગરે નિ:શુલ્ક કરી આપવામાં આવશે અને ઓપરેશનલાયક દર્દીના ઓપરેશન ભોજાય સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ, ભોજાય ખાતે નિ:શુલ્ક કરી અપાશે. વધુ માહિતી માટે (02832) 255318, 223821 પર સંપર્ક કરવા જણાવ્યું છે.