વિન્ડિઝ સામેની શ્રેણી માટે ભારતીય ટીમમાં ધોની નહીં

નવી દિલ્હી, તા. 21 : વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે અને ટી-20 મેચોની ભારતીય ટીમની જાહેરાત થઇ છે. જેમાં મહેન્દ્રસિંહ ધોનીને સ્થાન અપાયું નથી. મર્યાદિત ઓવરની ક્રિકેટમાં  કપ્તાન તરીકે વિરાટ કોહલીની વાપસી પણ છે તો ઉપસુકાની તરીકે રોહિત શર્મા છે. વિન્ડિઝ ટીમનો ભારત પ્રવાસ 6 ડિસેમ્બરથી થવાનો છે. 6થી 11 સુધી ત્રણ મેચની ટી-20 સિરીઝ તો 15થી 22 ડિસેમ્બર સુધી ત્રણ?વન-ડેની શ્રેણી રમાશે. રોહિતને  ભારણને પગલે આરામ અપાશે એવી વાત ફેલાયેલી હતી પણ તેને ટીમમાં જાળવી રખાયો છે. એ જ રીતે ઇન્ફોર્મ ઝડપી બોલર મોહંમદ શમી અને ભુવનેશ્વર કુમારની પણ ટીમમાં વાપસી થઇ છે. લાબા સમયથી ટીમથી બહાર રહેલા ધુરંધર ધોનીને ટી-20 કે વન-ડે ટીમમાં સ્થાન મળ્યું નથી. બાંગલાદેશ સામે ટી-20 મેચમાં હેટ્રીક લેનારા દીપક ચહરને બંને ટીમમાં સામેલ કરાયો છે. તો ઓલરાઉન્ડર શિવમ દુબેને પહેલીવાર વન-ડે ટીમમાં  તક અપાઇ છે. ટી-20 ટીમમાં  વોશિંગ્ટન સુંદર, મનીષ પાંડે, કુલદીપ યાદવ સામેલ છે જ્યારે વન-ડે ટીમમાં કેદાર જાધવની વાપસી થઇ છે. વન-ડે ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, કે.એલ. રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, કેદાર જાદવ, રવીન્દ્ર જાડેજા, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, મોહમ્મદ શમી અને ભુવનેશ્વરકુમાર. ટી-20 ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, કે.એલ. રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, મોહમ્મદ શમી અને ભુવનેશ્વરકુમાર. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer