`મહા''ગુરુ પુણ્યતિથિ મહોત્સવમાં શિવમસ્તુ તીર્થે સર્જાયેલો અનોખો માહોલ

`મહા''ગુરુ પુણ્યતિથિ મહોત્સવમાં શિવમસ્તુ તીર્થે સર્જાયેલો અનોખો માહોલ
માંડવી, તા.21 : કચ્છનું કાશ્મીર ગણાતું શિવમસ્તુ તીર્થ?વિવિધ ભક્તિ, અનુષ્ઠાનો અને આરાધના ગત તા. 3થી યોજાયેલા મહોત્સવથી ગાજી ઊઠયું હતું. કચ્છના માંડવી, ભુજ, અંજાર, મુંદરા-કંઠી અને અબડાસાના 700 જેટલા ભક્તોએ હાજરી આપી હતી. નરેન્દ્રભાઈ ગડા (ગુંદાલાવાળા)એ પ્રવચન કર્યું હતું. તા. 4ના પણ અંજાર-ભુજથી લઈ માંડવીના મહિલા મંડળોએ સિમંધર સ્વામીની ભક્તિને સંગીત અને રસમય ગાન સાથે રજૂ કર્યા?હતા. તા. પના ભુજ, માંડવી, મુંદરા, ભોજાય, બેરાજા, લાયજાના આરાધકોએ સામાયિક સાથે મંત્રજાપ કરાવ્યા હતા. તીર્થપ્રેરક ગુરુદેવ પૂ. મહાભદ્રસાગરજી મ.સા.ના જીવનકવન વિશે પ્રકાશ પાથરતાં પૂ. પૂર્ણભદ્ર મ.સા. સંચાલક નરેન્દ્ર ગડા, ભુજના પી.સી. શાહ, માંડલના રાકેશ શાહ અને મેરાઉના તલકશી વીરાએ પૂજ્યશ્રીના જીવનની રોમાંચક પરિવર્તનકથા વર્ણવી હતી અને એમના જીવનની આચાર વિચારની ચુસ્તતા, અઢળક આરાધનાઓ, તપ-ત્યાગમય જીવન તથા ખુમારી અને ખમીરના દૃષ્ટાંતો સાથે સમાધિમરણની આદર્શ વાતો રજૂ કરી હતી એવું જયેશ શાહની યાદીમાં જણાવાયું હતું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer