સખી વન સ્ટોપ સેન્ટરે બે વર્ષમાં મહિલાઓને 279 કેસમાં મદદ કરી

સખી વન સ્ટોપ સેન્ટરે બે વર્ષમાં મહિલાઓને 279 કેસમાં મદદ કરી
ભુજ, તા. 21 : જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે 24 કલાક કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરને બે વર્ષ પૂર્ણ થતાં મહિલા જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ન્યૂ દિલ્હીના નેજા હેઠળ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિભાગ અંતર્ગત કચ્છના જિલ્લા સમાહર્તાના નેજા હેઠળ તેમજ અધ્યક્ષસ્થાને અને મહિલા તથા બાળ વિભાગ અધિકારીની રાહબરી હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. આ જાગૃતિ કાર્યક્રમમાં સેન્ટર ઇન્ચાર્જ, સ્ટાફ?તથા લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટી રીકુબેન જણસારી દ્વારા જનરલ હોસ્પિટલના નવા ઓપીડી વિભાગ, ઇમરજન્સી વિભાગ તેમજ રેડિયોલોજી વિભાગમાં મહિલા જાગૃતિ અંગેના પેમ્ફલેટ-બ્રોસરનું વિતરણ કરાયું હતું અને મહિલાઓને હંગામી ધોરણે આશ્રય, કાઉન્સેલિંગ, પોલીસ મદદ, કાનૂની મદદ, આરોગ્યલક્ષી મદદ કઇ?રીતે મેળવી શકીએ તે માટે પ્રચાર-પ્રસાર કરાયો હતો. આ ઉપરાંત આ સેન્ટર પરથી મહિલાઓને મળતી સુવિધાઓ અંગે માહિતી આપી હતી. અત્યાર સુધી આ સેન્ટર પર 279 જેટલા કેસ નોંધાયા છે જેમાં મહિલાઓને આશ્રય, પોલીસ મદદ, કાનૂની મદદ, કાઉન્સેલિંગ, આરોગ્યલક્ષી મદદ, રહેવા-જમવાની સુવિધા તમામ પ્રકારે મદદ અપાય છે. આ જાગૃતિ કાર્યક્રમમાં સેન્ટરના ભાવનાબેન, જેઇમીબેન, કેશવર્કર પારૂબેન, દુર્ગાબેન, મલ્ટીપર્પસ વર્કર દીપિકાબેન તેમજ સંસ્થાના ટ્રસ્ટના હર્ષાબેન સુથાર સહયોગી રહ્યા હતા. કચ્છના મહિલા અને બાળ અધિકારી-નોડલ અધિકારી અવનીબેન રાવલના નેજા હેઠળ આ સેન્ટર ચાલે છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer