સોળમી વસ્તી ગણતરીનું કાઉન્ટડાઉન શરૂ : પ્રથમ વખત મોબાઈલ એપનો ઉપયોગ કરાશે

ભુજ તા 21 : દેશને આઝાદી મળ્યા બાદની આઠમી અને સળંગ શૃંખલામાં 16મી વસ્તી ગણતરી 2021ની સાલમાં હાથ ધરાનાર છે. વસ્તી ગણતરી પ્રક્રિયાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દર દસ વર્ષે યોજાતી વસ્તી ગણતરીની કામગીરી માટે પ્રથમ વખત મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવશે. કચ્છ સહિત રાજયના 33 જિલ્લા અને 2પ1 તાલુકામાં હાથ ધરાનારી આ કામગીરી અંતર્ગત પ્રથમ તબકકામાં ઘરયાદીકરણની સાથે રાષ્ટ્રીય વસ્તી પત્રકને અધ્યતન કરવા માટેનું કાર્ય મે-જૂન 2020થી સપ્ટેમ્બર 20ના સમયગાળામાં કરાશે. આ માટે ગુજરાત ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે તાલીમ શિબિર યોજાઈ હતી. આ શિબિરનો પ્રારંભ વસ્તી ગણતરી કચેરીના નિયામક પી.કે.સોલંકી, સ્ટેટ કો ઓર્ડિનેટર આર.જે.માંકડિયા, સંયુકત સચિવ જે.જે.પટેલ, એચ.કે.હુડા, સંજય જોશી સહિત હાજર રહ્યા હતા. 23મી સુધી ચાલનારી શિબિરમાં રાષ્ટ્રીય પ્રશિક્ષક ભાવેશ મહેતા, નાયબ નિયામક આર.એલ.જૈન, જી.એલ.મીના, આંકડાશાત્ર નિયામક કચેરીના મનીષ ગામીત  શિલ્પાબેન પરમાર માર્ગદર્શન આપી રહ્યા છે. આ તાલીમમાં 2પ જિલ્લાના પ6 માસ્ટર ટ્રેનર પ્રશિક્ષાર્થી તરીકે જોડાયા છે.  વસ્તી ગણતરીની ક્ષેત્રીય કામગીરીનું સંચાલન સેન્સસ 2021ના સીએમએમએસ પોર્ટલ દ્વારા કરવામાં આવનાર હોવાથી એકત્રિત માહિતીના પરિણામ ઝડપથી પ્રસિધ્ધ કરી શકાશે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer