જિલ્લા પંચાયતની કારોબારીની બેઠકમાં એજન્ડા બહારના મુદ્દા લેવા દબાણ

ભુજ, તા. 21 : જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની આજની બેઠકમાં નવમાંથી ત્રણ સભ્યોની ગેરહાજરી રહી હતી તો ત્રણ મુદ્દા ઉપરાંત અધ્યક્ષ હરિભાઇ જાટિયા દ્વારા પ્રમુખસ્થાનેથી સભ્યો દ્વારા સમિતિ સંલગ્ન ન હોય તેવા મુદ્દા રજૂઆત કરવા અપાયા હતા.  તે અંગે સચિવ અને જિલ્લા વિકાસ અધિકારીઓ દબાણને વશ ન થઇ, પ્રશ્નો માટે યોગ્ય કાર્યવાહીથી રજૂઆત કરવા જણાવી બેઠક પૂરી કરતાં ઉપસ્થિત પૈકી કેટલાક નારાજ સમિતિ સભ્યોએ  પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા પાસે હૈયાવરાળ ઠાલવી હતી. નારાજગી દૂર કરવા પ્રમુખ દ્વારા ડીડીઓને ઉકેલ કાઢવા જણાવ્યું હતું. આમ છતાં સાંજ સુધી આ મુદ્દો ગરમાયેલો રહ્યો હોવાનું કચેરીમાં ચર્ચાતું હતું. કારોબારી સમિતિ અધ્યક્ષ હરિભાઇ સામે પ્રશ્ન ન ઉઠાવાયાને લઇને નારાજગી વ્યકત કરાઇ?હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે શ્રી જાટિયાને પૂછતાં તેમણે ત્રણ એજન્ડા જ નિયત કરાયા હતા. અને તે ત્રણેય લઇ?લેવાયા હોવાનું ઉમેર્યું હતું. ડીડીઓ શ્રી જોષીને આ અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે, બેઠક પૂરી થયા પછી એજન્ડા બહારના પ્રશ્નો ઉઠાવાયા હતા, જેમાં અંતરજાળના સબ સેન્ટરને પાડયું છે તેની જમીનને બદલે  અન્ય પ્લોટ પર બનાવવાનો આગ્રહ જે જિલ્લા કક્ષાની સત્તા બહારનો છે. સિંચાઇ સમિતિના અધ્યક્ષના આરટીઆઇ જેવા જૂના પ્રશ્નો હતા. તેની માહિતી હાથ ઉપર ન હોય જ્યારે બદલી નથી કરી તે મુદ્દે અન્ય સભ્યનો પ્રશ્ન વગેરે હતા. સમિતિના સભ્યો નવીનભાઇ જરૂ, ભાવનાબા જાડેજા, નરેશભાઇ મહેશ્વરી, આઇસાબેન મોડ, છાયાબેન ગઢવી હાજર રહ્યા હતા. જ્યારે ભીમજીભાઇ જોધાણી, રોમતબેન મુતવા અને ખોડાભાઇ નહોતા આવ્યા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer