ભુજમાં ફળ સમજીને ધતુરાના બીજ ખાઇ જવાથી પાંચ ભૂલકાંને ઝેરી અસર

ભુજ, તા. 21 : શહેરમાં રાવલવાડી સ્થિત નટવાસ વિસ્તારમાં ફળ સમજીને ધતુરાના ઝાડમાંથી બીજ ખાઇ જનારા પાંચ બાળકને ઝેરી અસર થતાં તેમને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસ સમક્ષ લખાવાયેલી વિગતો મુજબ ગઇકાલે બપોરે આ ઘટના બની હતી. રમતાં રમતાં પાંચથી તેર વર્ષની વયના આ બાળકો ઝાડમાંથી તોડીને બીજ ખાઇ ગયા હતા. આ પછી તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભોગ બનનારાની હાલત હવે ભયમુકત બતાવાઇ રહી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer