ભુજમાં યુવાનો વચ્ચેની જૂની અદાવત વકરી : તલવારના વારથી માથામાં ઇજા

ભુજ, તા. 21 : શહેરમાં સરપટ નાકા બહાર રેલ્વે ફાટક નજીક હોટલ ડોલર પાસે અગાઉના ઝઘડા વિશેની અદાવતમાં તલવાર વડે થયેલા હુમલામાં ભુજના યાકુબ સુલેમાન મમણ (ઉ.વ.30)ને માથામાં ઇજાઓ થઇ હતી. ગતરાત્રે દશેક વાગ્યાના સુમારે બનેલી હુમલાની આ ઘટનામાં હુમલો કરનારા તરીકે ભીખો રાજગોર, મનીષ રાજગોર, દીપ રાજગોર અને તેમની સાથેના પાંચથી છ જણની સંડોવણી પોલીસ સમક્ષ પ્રાથમિક કેફિયતમાં બતાવાઇ છે. ઘાયલ થયેલા દાદુપીર રોડ ઉપર રહેતા યાકુબ મમણને સારવાર માટે જનરલ હોસ્પિટલમાં દાખલ યાકુબ અને તેનો મિત્ર રવિરાજ પતુભા જાડેજા એકટિવા અને બુલેટથી જઇ રહ્યા હતા ત્યારે વાહનોથી આવી આ હુમલો કર્યો હતો તેવું પોલીસ સમક્ષ લખાવાયું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer