હયાતીના પત્રક માટે વૃદ્ધોને થમ્બ ઇમ્પ્રેશનની હાલાકી

ભુજ, તા. 21 : 1995 પેન્શન યોજના હેઠળ આવતા પેન્શરોને દર નવેમ્બર માસમાં હયાતી પત્ર ભરવા માટે બેંકમાં જવાનું હોય છે. આ પ્રક્રિયા કરવા માટે દરેક પેન્શનરોને અંગુઠાની નિશાની આપવાથી પેન્શનર જીવિત છે તે સાબિત થાય છે પરંતુ આ કાર્યવાહીથી હાલાકી થતી હોવાની લાગણી વ્યક્ત થઇ છે. જેની ઉંમર 70-72 વર્ષની થાય છે ત્યારે અંગુઠાની રેખા બરાબર આવતી નથી જેથી પેન્શરોને બેંકના ધક્કા ખાવા પડે છે. બે-ત્રણ વાર બેંકમાં જવાથી જો હયાતી પત્રક ન ભરાયતો બેંકના કહેવા  મુજબ આદિપુર કર્મચારી ભવિષ્યનિધિ ઓફિસમાં મોકલવામાં આવે છે. એક તો મોટી ઉંમર તેમજ 150 કિ.મી. મુસાફરી આ બધી તકલીફ ભોગવીને આદિપુર પેન્શનર પહોંચે છે. આ સમસ્યામાંથી મુક્તિ આપવા એસ.ટી. નિવૃત કર્મચારી સંઘના પ્રમુખ સુરેશ ચૌહાણે જણાવ્યું હતું. જો આંખની નિશાની માટે બેંક સગવડ કરે અને સાધન વસાવે તો આ બધી માથાકૂટથી રાહત મળે તેવું પેન્શનરો ઇચ્છે છે એમ ઉમેર્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer