લખપત પાણી પુરવઠામાં ચાલતું મહાકૌભાંડ

નખત્રાણા, તા. 21 : લખપત તાલુકામાં પીવાનું પાણી પહોંચાડવા નર્મદાની એક્સપ્રેસ લાઇન પાછળ રૂા. 200 કરોડ ખર્ચાયા પછી નિભાવવાના કામ પાછળ આપવામાં આવેલ કોન્ટ્રાકટના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરાઇ રહ્યો હોવાનો આક્ષેપ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કર્યો હતો. ધારાસભ્યે કચ્છના કલેકટરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે પોતે લખપત વિસ્તારના કરેલા પ્રવાસ દરમ્યાન મળેલી માહિતીના આધારે સિલસિલાબંધ હકીકત રજૂ કરું છું. પેયજળની લાઇનની જાળવણી માટે પાંચ વરસ જવાબદારી જેતે કોન્ટ્રાકટરની હોય છે પરંતુ હકીકતમાં ખુદ પાણી પુરવઠા બોર્ડની સંડોવણી થકી મોટું કૌભાંડ આચરવામાં આવે છે. લખેલા પત્રમાં જણાવ્યું હતું કે નર્મદા યોજનાની 200 કરોડની પાઇપલાઇનના કામો કોન્ટ્રાકટર દ્વારા પૂરા કર્યા પરંતુ તે પાઇપલાઇન ચલાવવાની જવાબદારી પાંચ વર્ષ કોન્ટ્રાક્ટરની છે અને તેમાં એન્જિનીયરો-ફિટરો-લાઇનમેનો રાખવાના હોય અને તેમાં 67 માણસો રાખવાના થાય છે પરંતુ કોન્ટ્રાકટરો અને એમાં પા.પુ.ની ઓફિસના જ માણસોને પેટા કોન્ટ્રાકટ આપી તાલુકામાં ચાર માણસો જ રાખ્યા છે અને ઓફિસના જ માણસો પાસે કામ કરાવે છે અને 67 માણસોના  ખોટા બિલ બનાવી અને સરકારના નાણાંની ગેરરીતિ કરી અને પેટા કોન્ટ્રાકટરો મોટું કૌભાડ કરે છે અને આ અગાઉ પણ તમને પત્રથી ઓફિસને જાણ કરી હતી.  માણસો રાખ્યા નથી અને જે ચાર માણસો આખા તાલુકામાં છે તેને પણ 6 મહિનાથી પગાર કરતા નથી અને ઓફિસની મિલી ભગત કરી અને ખોટા માણસોના નામ લખે છે. તો જે માણસો છે તેના નામ રજિસ્ટ્રેશન, ફરજનું સ્થળ અને ઓળખ કાર્ડ જેવા કોઇ પણ આધાર-પુરાવા ન  હોવા છતાં પેમેન્ટ કરી મહિને લાખોની રકમનો ગોટાળો કરે છે. તેમને કોઇ પૂછવાવાળું નથી. પાણીની ફરિયાદ તાલુકામાં આવે છે અને ઓફિસનો એને પેટા  કોન્ટ્રાકટકર દ્વારા ખોટી સહીઓ કરી પાણી મળે છે એવી પહોંચ આપે છે અને મોટરના કોન્ટ્રાક્ટરો પણ પેટા કોન્ટ્રાક્ટ આપી 22 માણસોની જગ્યા પર ઓફિસના માણસો કામ લે છે અને 10 હજારવાળા દર મહિને 50 જેવા આપે છે એ કોન્ટ્રાક્ટરોના બિલ મંજૂર થાય છે. મજૂરો ઓફિસના છે તેને કેમ પગાર કરતા નથી. આડેધડ ટાંકા-લાઇનો નાખી લાખો રૂપિયા સરકારના બગાડે છે. જો પોલીસ ફરિયાદ કરી તપાસ કરવામાં આવે તો જ લાખો રૂપિયાનો કૌભાંડ પકડાય અને કામમાં ઓફિસનો સામાન વાપરવામાં આવે છે જે તપાસ થાય અને પાણી જેવા કામમાં ગેરરીતિ ના ચાલે જે બાબતે યોગ્ય કરાવા તે જણાવ્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer