જેન્તીના `મહેફિલ'' પ્રકરણ બાદ ભચાઉ સબ જેલની હાલત બંધ?જેવી

ભચાઉ, તા. 21 : અહીંની જેલમાં ખૂન કેસના આરોપી એવા રાજકીય અગ્રણી જેન્તી ઠક્કરની ઘટના બાદ જેલ બંધ જેવી સ્થિતિનું નિર્માણ?થયું છે. અલબત્ત, વહીવટી તંત્ર કહે છે જેલ ચાલુ છે, પરંતુ અત્યારે ગળપાદરની જેલમાં સામાન્ય ગુનાવાળા કેદીઓને મૂકવામાં આવે છે. આ સંબંધી લેવા-મૂકવાની વ્યવસ્થા પોલીસ ખાતાને સંભાળવી પડે છે. આ સંબંધી ભચાઉ મામલતદાર શ્રી વાછાણીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, આરોપી મૂકવામાં આવે તો જેલમાં જમા લેવામાં આવે છે. અગાઉ?એક કર્મચારી ઉપર પગલાં લેવાયા બાદ તેની બદલી લખપત તરફ?કરાઇ હતી. જેલ વહીવટ સંભાળતા કર્મચારી કહે છે, ઘણા લાંબા સમયથી ખાસ કરીને જેન્તી ભાનુશાલી હત્યાના આરોપી જેન્તી ઠક્કર મોબાઇલ સમેત પકડાઇ?ગયા બાદ મારી અહીં બદલી થઇ?છે. પરંતુ કોઇ?એકલ-દોકલ કેદીને બાદ કરતાં કોઇ?આરોપીઓ અહીં આવ્યા નથી.દરમ્યાન, આધારભૂત સૂત્રોના નિર્દેશ મુજબ હાલમાં ભચાઉ જેલમાં ભોજન સંબંધી કામગીરી સંભાળતા ઠેકેદારનું કામ પણ?થંભાવી દેવાયું છે. ટૂંકમાં, જેન્તી ઠક્કર મહેફિલ અને મોબાઇલ પ્રકરણ બાદ ભચાઉ જેલની કામગીરીને બંધ?કરી દેવાઇ?છે. પરંતુ હવે ટૂંકમાં શરૂ પણ થશે એવા નિર્દેશ સાંપડી રહ્યા છે. અત્યારે આ જેલ બંધ પણ નથી અને ચાલુ પણ નથી તેવો તાલ સર્જાયો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer