કાલે રવાપરમાં પ્રા.આ. કેન્દ્ર અને ઘડાણીમાં તથા બિબ્બરમાં પંચાયત ઘરનું લોકાર્પણ

ભુજ, તા. 21 : જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાના હસ્તે તા. 23-11ના લોકાર્પણ કાર્યક્રમો યોજાશે જેમાં અતિથિ વિશેષપદે સાંસદ વિનોદભાઇ ચાવડા અને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. તા. 23ના સવારે 10-30 વાગ્યે નખત્રાણા તાલુકાના ઘડાણી ગામે પંચાયત ઘરનું લોકાર્પણ કરાશે આ પ્રસંગે બિબ્બરના પંચાયત ઘરની તકતીનું અનાવરણ કરાશે જ્યારે 11 વાગ્યે રવાપરમાં જિ.પં. હસ્તકનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખુલ્લું મુકાશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer