26મીથી ભુજમાં યોજાનારી નાગરિક સંરક્ષણની નિ:શુલ્ક તાલીમ મેળવી રાષ્ટ્રની સેવામાં જોડાઓ

ભુજ, તા. 21 : નાગરિક સંરક્ષણની તાલીમ શાખા દ્વારા 15 વર્ષથી મોટી કોઇપણ વયનાં શારીરિક રીતે શસ્કત એવા યુવાનો, મહિલા, પુરુષને 5 દિવસની નિ:શુલ્ક નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ કડવા પાટીદાર હોસ્ટેલ, કેમ્પ એરિયા ભુજ મધ્યે તા. 26-11થી તા. 30-11 બપોરે 4 વાગ્યે યોજાશે. આ તાલીમમાં નાગરિક સંરક્ષણની રચના, વોર્ડનની ફરજો, તેમજ યુદ્ધ કે કુદરતી કે માનવસર્જીત આપત્તિમાં નાગરિકની ફરજો, ફાયર અને રેસ્કયૂ, ફસ્ટએઇડની પ્રાથમિક જાણકારી આ કેમ્પમાં નિ:શુલ્ક અપાશે. આ તાલીમ બાદ લેખિત પરીક્ષા લેવામાં આવે છે અને પાસ થયેલા ઉમેદવારને પ્રમાણપત્ર અપાય છે જેથી નાગરિક સંરક્ષણની માનદ સેવામાં નિમણૂક મેળવી રાષ્ટ્રની સેવા કરવાની તક મળે છે. આમ આ નાગરિક સંરક્ષણની તાલીમ મેળવવા ઇચ્છતા નાગરિકોએ રમેશભાઇ પોકાર અને લક્ષમણભાઇ માવાણી પાસે પાટીદાર હોસ્ટેલ, કેમ્પ એરિયા ભુજ પાસે કરાવવા તાલીમ અધિકારી નાગરિક સંરક્ષણ તરફથી અપીલ કરવામાં આવી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer