કોહલી માટે અચૂક શત્ર મોહમ્મદ શામી

કોહલી માટે અચૂક શત્ર મોહમ્મદ શામી
નવી દિલ્હી, તા. 18 : ટીમ ઈન્ડિયાનો પેસ બોલિંગ એટેક વર્તમાન સમયમાં શ્રેષ્ઠ છે. ભારત પાસે ફાસ્ટ બોલરોની એક મજબૂત લિસ્ટ છે. જેમાં અત્યારે મોહમ્મદ શામીનું નામ સૌથી વધુ ચમકી રહ્યું છે. બાંગલાદેશ સામેના મેચમાં મહત્ત્વના યોગદાન ઉપરાંત ભારતની છેલ્લી અમુક જીતમાં શામી મોટો પ્લસ પોઈન્ટ બનીને ઊભરી આવ્યો છે. ઈજાના કારણે ટીમની બહાર રહેલો જસપ્રીત બુમરાહ  દેશનો નંબર વન ફાસ્ટ બોલર હોવા ઉપરાંત દુનિયાના સર્વશ્રેષ્ઠ ઝડપી બોલરોમાંથી પણ એક છે. પરંતુ બુમરાહની ગેરહાજરી શમીએ વર્તાવા દીધી નથી. બુમરાહ સાથે શમીએ ઘાતક કોમ્બિનેશન બનાવ્યું જ છે પણ ગેરહાજરી હોવા છતાં શમીએ ટીમને જીત સુધી પહોંચાડવા પૂરતી મહેનત કરી છે. ટેસ્ટ મેચની બીજી ઈનિંગ્સમાં કેપ્ટન વિરાટ કોહલી માટે મોહમ્મદ શમી એક અચૂક શસ્ત્ર સમાન છે. આંકડા સાબિતિ આપે છે કે શામી ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં ભારત જ નહીં પણ દુનિયાનો સૌથી સફળ બોલર છે. શામીએ આ દરમિયાન 20 ઈનિંગ્સમાં 51 વિકેટ લીધી છે. જે કોઈપણ બોલર કરતાં વધારે છે. આ મામલે ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ બીજા ક્રમાંકે છે. જ્યારે કગિસો રબાડા ત્રીજા નંબરે છે. શમીએ જૂના બોલમાં રિવર્સ સ્વિંગની કળા પણ શીખી છે. જેના કારણે 30-40 ઓવર વિત્યા પછી શમી વધુ ઘાતક બને છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer