ઈજાની સમસ્યાથી આગામી આઈપીએલ પડકાર : ઝહીર

ઈજાની સમસ્યાથી આગામી   આઈપીએલ પડકાર : ઝહીર
મુંબઈ, તા. 18 : મુંબઈ ઈન્ડિયન્સના ક્રિકેટ નિર્દેશક અને પૂર્વ ઝડપી બોલર ઝહીર ખાને સોમવારે જણાવ્યું હતું કે, ઈજાની સમસ્યાના કારણે અમારા માટે આઈપીએલનું આગામી સત્ર પડકારરૂપ રહેશે. જશપ્રીત બુમરાહ અને હાર્દિક પંડયાની ફિટનેસની ચિંતાના કારણે દિલ્હી કેપિટલ્સ સાથે ટ્રેન્ટ બોલ્ટ અને રાજસ્થાન રોયલ્સ સાથે ધવલ કુલકર્ણીને જોડયા છે. હાર્દિકને પીઠના દર્દની ફરિયાદ પછી શત્રક્રિયા કરાવવી પડી હતી, તો બુમરાહ પણ પીઠના દુ:ખાવાના કારણે છેલ્લા થોડા સમયથી મેદાનથી દૂર છે. ઉલ્લેખનીય છે કે, આઈપીએલની 2020ની સિઝન માટે 19મી ડિસેમ્બરે કોલકાતામાં ખેલાડીઓની લિલામીનું આયોજન કરાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer