વોર્નરની સ્લેજિંગે મને બનાવ્યો એશિઝનો હીરો : બેન સ્ટોક્સ

બ્રિસબેન, તા. 18 : ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમના કેપ્ટન ટીમ પેને ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સને ડેવિડ વોર્નર ઉપર આપેલા નિવેદન બદલ આડે હાથ લીધો હતો. પેને કહ્યું હતું કે, સ્ટોક્સ પોતાના પુસ્તકને વેંચવા માટે વોર્નરના નામનો ઉપયોગ કરી રહ્યો છે. સ્ટોક્સે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે એશિઝ શ્રેણી દરમિયાન હેડિંગ્લમાં રમાયેલી મેચમાં વિજેતા ઈનિંગ્સ વોર્નર દ્વારા સતત કરવામાં આવતા સ્લેજિંગનું પરિણામ હતી. આ મામલે ટીમ પેને કહ્યું હતું કે, તે સ્લિપમાં પૂરો સમય વોર્નર પાસે જ હતો અને મેદાનમાં વાત કરવાની મંજૂરી હોય છે. પરંતુ વોર્નરે સ્ટોક્સને કોઈપણ અપશબ્દ નહોતા કહ્યા કે ન તો ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. સ્ટોક્સ માત્ર પુસ્તક વેંચવા માટે વોર્નરના નામનો ઉપયોગ કરી રહ્યો છે અને આ ઈંગ્લેન્ડમાં એક ચલણ બની ગયું છે. આ માટે સ્ટોક્સને શુભકામના.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer