મહિલા ટી-20 : ભારતે વિન્ડિઝને પાંચ રને હરાવ્યું

પ્રોવિડેન્સ, તા. 18 : શ્રેણી પહેલા જ જીતી ચૂકેલી ભારતીય મહિલા ટીમે વરસાદના વિધ્ન  વચ્ચે ચોથી ટી20 મેચમાં પણ વેસ્ટ ઈન્ડિઝને પછાડયું છે. આ મેચમાં ભારતીય મહિલા ટીમે વિન્ડિઝને પાંચ રને હરાવ્યું હતું. ભારતીય મહિલા ટીમ હવે પાંચ ટી20 મેચની શ્રેણીમાં 4-0થી આગળ છે. ચોથી મેચ વરસાદના કારણે 9 ઓવરનો કરવામાં આવ્યો હતો. ભારતે 9 ઓવરમા 7 વિકેટ ગુમાવીને 50 રન કર્યા હતા. જેમાં પૂજા વસ્ત્રાકાર બે અંકના સ્કોર સુધી પહોંચનારી એકમાત્ર ભારતીય ખેલાડી રહી હતી. બીજી તરફ વિન્ડિઝ માટે હેલી મેથ્યુએ 13 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે એફી ફ્લેચર અને શેનેટા ગ્રિમંડને બે બે વિકેટ મળી હતી. ભારતીય ટીમે બોલિંગ અને ક્ષેત્રરક્ષણમાં ખૂબ જ અનુશાસન બતાવ્યું હતું. જેના કારણે વિન્ડિઝની ટીમ 45 રન જ કરી શકી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer