હેલ્મેટ વિનાના પાંચ પોલીસ દંડાયા

હેલ્મેટ વિનાના પાંચ પોલીસ દંડાયા
ભુજ, તા. 18 : નવા ટ્રાફિક નિયમની અમલવારી પોતાના દ્વારથી જ થાય તેવા ઉદ્શેથી આજે બીજીવાર પશ્ચિમ કચ્છના પોલીસવડા સૌરભ તોલંબિયાની સૂચનાના પગલે ખુદની એસ. પી. કચેરી તેમજ કલેકટર કચેરી મધ્યે ટુ-વ્હીલરથી વિના હેલ્મેટે આવતા લોકો પર કાર્યવાહીની ઝુંબેશ આદરવા ટાફિક પોલીસને સૂચના આપતાં આજે સવારે બે કલાક દરમ્યાન કલેકટર કચેરી ખાતે 10 તથા એસ. પી. કચેરી ખાતે 11 લોકોને દંડ ફટકારાયો હતો. જેમાં પાંચ પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. જિલ્લા ટ્રાફિક પોલીસના ઇન્ચાર્જ પી. આઇ. વનરાજસિંહ ઝાલાએ આપેલી વિગતો મુજબ પોલીસવડા શ્રી તોલંબિયાની સૂચનાના પગલે આજે સવારે 10થી 12 વાગ્યા દરમ્યાન જિલ્લા કલેકટર કચેરી તથા પોલીસ હેડકવાર્ટર્સ એસ. પી. કચેરી ગેટ પાસે ટ્રાફિક પોલીસ ગોઠવી ટુ-વ્હીલરથી હેલ્મેટ વિના આવતાં કર્મચારીઓ તથા મુલાકાતીઓ પર નિયમના ભંગ બદલ દંડકીય કાર્યવાહી આદરી હતી. આ બે કલાક દરમ્યાન આવા દંડ પેટે રૂા. 10500ની વસૂલાત થઇ હતી અને પાંચ જેટલા પોલીસ કર્મચારીને પણ દંડ ફટકારી દાખલો બેસાડાયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer