લોધેશ્વર પાંજરાપોળ નજીક ટ્રકની ટક્કર લાગતાં બાઇકચાલકનું મોત

લોધેશ્વર પાંજરાપોળ નજીક ટ્રકની  ટક્કર લાગતાં બાઇકચાલકનું મોત
ભચાઉથી ત્રણ કિ.મી. દૂર લોધેશ્વર પાંજરાપોળ નજીક ટ્રકની ટક્કર લાગતાં મનફરાના 23 વર્ષીય યુવાન રાણા ધીંગા પીપરિયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ યુવાન નોકરી કરી પરત ઘરે જઇ રહ્યો હતો ત્યારે જ તેને કાળ આંબી ગયું હતું. આ જગ્યા પર પાંચ-સાત વર્ષથી ભચાઉ-ભુજ વાયા દુધઇ રોડનું કામ ચાલે છે, તેમાં બે માર્ગી રોડ નજીક ડાયવર્ઝન બનાવાયું છે જ્યાં સામેના માર્ગથી બીજા વન-વે માર્ગ પર ચડેલી ટ્રકમાં બાઇકચાલક ધડાકાભેર અથડાયો હતો. આવો જ માર્ગ લોધેશ્વર નજીક સમ્પ હઉસ પાસે નવા બનેલા બ્રિજ આગળ પુરાણ માર્ગનું ફિનિસિંગ કરાતું નથી. અનેક માનવ જિંદગીઓ હોમાઇ ગઇ છે પરંતુ વરસોથી ડાયવર્ઝન સિંગલ-ડબલ માર્ગ પર કામ ચાલ રહે છે, જે ક્યારેય પૂરું થતું નથી. (તસવીર :કમલેશ ઠક્કર)

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer