સમૂહલગ્ન થકી બચત સાથે સંગઠન વધે

ભુજોડી, તા. 18 : તાજેતરમાં અખિલ કચ્છ મેઘવંશી મારૂ વણકર સમાજ ઉગમણું પરગણુનો સાતમો સમૂહ લગ્નોત્સવ પિથોરાપીર મંદિર, સુતેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, કોટડા ચકાર રોડ પર તુલસી વિવાહના દિને ઉજવવામાં આવ્યો હતો જેમાં 24 યુગલો લગ્નના બંધને બંધાયા હતા. આવા પ્રસંગોથી સમાજનો સમય અને નાણાનો વ્યય થતો અટકે છે. અને સમાજ સંગઠિત બને છે તેવું આ પ્રસંગે જણાવાયું હતું. વહેલી સવારે ગામડાઓમાંથી જાનો આવતાં શરણાઈના સૂરો તથા ઢોલથી સ્વાગત કરાયું હતું. સમાજના માજી હોદ્દેદારો વિશ્રામભાઈ વણકર, દેવજીભાઈ સીજુ, દાનાભાઈ બડગા, ગોપાલભાઈ મકવાણા, કરમશીભાઈ પરમાર, દેવજીભાઈ સંજોટ, રામજીભાઈ બડિયા, ગોપાલભાઈ નજાર, માકપટ પ્રમુખ લધારામભાઈ બુચિયા તથા પ્રવીણદાસ બાપુ (ધમડકા) વગેરેનું સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન કરાયું હતું. તેમણે જણાવ્યું હતું કે, આવા પ્રસંગોથી સમાજની શક્તિ, સમય અને નાણાનો બચાવ થાય છે. સમાજ સંગઠિત બને છે. તેમણે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ કન્યા કેળવણી પર ભાર મૂક્યો હતો. લગ્નવિધિ નથુરામ બાપુએ સંપન્ન કરાવી હતી. સાથે નારાણ જેપાર એન્ડ પાર્ટીએ લગ્ન ગીત ગાયા હતા. રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહીર અને સાંસદ વિનોદભાઈ ચાવડાએ શુભેચ્છા પાઠવી હતી. રમેશભાઈ મહેશ્વરી માજી ધારાસભ્ય, જિલ્લા પંચાયત કચ્છના ઉપપ્રમુખ નિયતિબેન પોકાર, કારોબારી ચેરમેન હરિ હીરા જાટિયા, સામત મહેશ્વરી, નરેશ મહેશ્વરી, વગેરે રાજકીય આગેવાનો તથા જિલ્લા આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કન્નર અને જનરલ હોસ્પિટલના ડો. કશ્યપ બૂચ, આશાપુરા કંપની લેરના ડી.એસ. ત્રિપાઠી, હિરેન ગોરે સમાજના આવા સુધારાવાદી ઉમદા કાર્યની પ્રસંશા કરી હતી. જિલ્લા પંચાયત કચ્છ તથા જી.કે. જનરલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો. નવદંપતીઓમાં યુવતીઓ વતી શિલ્પાબેન નજાર અને યુવક વતી રાજેશ બુચિયાએ પ્રતિભાવ આપતાં સમાજ સાથે રહેવાની તથા સમાજના કાર્યોમાં સહભાગી થવાની નેમ વ્યક્ત કરી હતી. સમાજના લોકોએ ઉદાર હાથે રોકડ તથા કન્યાદાન સ્વરૂપે દાન આપ્યું હતું. તે દાતાઓની યાદી નીશા લોંચા અને ચન્દ્રિકા મંગરિયાએ વાંચી સંભળાવ્યા હતા. કામ કરવા માટે વિવિધ સમિતિની રચના કરવામાં આવી હતી. સમૂહલગ્ન સમિતિના વાલજી બડગા, દેવજી વણકર, દેવજી સીજુ, ગોવિંદ પાયણ, હીરજી બડગા, દામજી બડિયા, અમૃત જોગુ, મનજી ખરેટ, અર્જૂન જેપાર, નયન મારૂ વગેરેએ આયોજનની વ્યવસ્થા સંભાળી હતી. આ લગ્નોત્સવને સમાજના પ્રમુખ શિવજીભાઈ મંગરિયા, ઉપપ્રમુખ મેઘજીભાઈ વણકર, મહામંત્રી પ્રેમજીભાઈ બુચિયા, સહમંત્રી પ્રેમજી મકવાણા અને ખજાનચી આલારામ કોચરાણીની દેખરેખ હેઠળ સમાજના કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સંચાલન સમૂહલગ્ન સમિતિના સભ્ય પ્રેમજી મંગરિયાએ કર્યું હતું. હમીર વિશ્રામ સીજુ, ઉમરશી મંગરિયા, જેઠાલાલ મંગરિયા, ડાયાલાલ ગોરડિયા, રાજાભાઈ ભાટિયા, વિરમભાઈ સીજુ, દેવજી મકવાણા, કમા વલ્લુ, વાલજી જેપાર અને સમાજના યુવાનો, વડીલો અને મહિલાઓ સહયોગી રહ્યા હતા.