શાત્રો, સંતો અને મંદિર એ આપણા સર્વોત્તમ માધ્યમો

શાત્રો, સંતો અને મંદિર એ  આપણા સર્વોત્તમ માધ્યમો
મોટી વિરાણી, તા. 18 : સિદ્ધયોગી ધોરમનાથ દાદાની તપોભૂમિ ધીણોધર ડુંગરની સમીપે ભીમસર ભીમાણા તળાવના તટ પર આવેલા જુગતા મુકતા શક્તિપીઠ તથા ભીમનાથ મહાદેવ મંદિર પરિસરમાં બ્રહ્મલીન ડોંગરેજી મહારાજની નિર્વાણતિથિ ઉજવણી, ગૌસેવાના લાભાર્થે એવમ્ સંત કનૈયાલાલજી ગુરુ ડોંગરેજી મહારાજના 27 માસથી ચાલતા મૌનવૃતની પૂર્ણાહુતિ સહિત ત્રિવિધ શિવપુરાણ કથાનો શોભાયાત્રા બાદ સંતોના હસ્તે દીપ પ્રાગટયથી આરંભ કરાયો હતો. શાત્રો, સંતો, મંદિરો ધર્મ આપણી સંસ્કૃતિને ટકાવવા માનવ જીવનની દિવ્યતા માટેના સર્વોત્તમ માધ્યમો છે માટે દરેકે શાત્રો, સંતોના વચનામૃતને અનુસરી મંદિરોની ગરિમા જાળવવાનો ઉત્તમ ધર્મ છે તેવું કથા પ્રારંભ પ્રસંગે સંતો જગજીવનદાસજીએ આશીવર્ચન આપતાં કથાના આયોજનને બિરદાવતાં શીખ આપી હતી. સંસારના તાપ સંતાપને હરનારી, ભવરોગ હરિણી મોક્ષદાયી કથા મનુષ્ય જીવનમાં આચરવાના સત્વગુણોનો ઉપદેશનો મહાગ્રંથ છે તેમ કથાકાર ધીરજભાઈ જોશીએ જણાવ્યું હતું. સંતો હરિદાસજી ગુરુ ડોંગરેજી મહારાજ, મહેશનાથજી પનાભાઈ ભોપા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ, અગ્રણીઓ મહેન્દ્રસિંહ સોઢા, સુરસિંહ સોઢા (પૂર્વ ઉપસરપંચ), ભવાનીસિંહ સોઢા, વસ્તાભાઈ આહીર, માધવનાથ બાવા, રવાભાઈ આહીર સહિત હીરાપર, દેવીસર, ચંદ્રનગર, ગોધિયાર, મોટી-નાની ભીમસર, સેડાત રમજાનભાઈ ઉલટ સહિતના ગામોના મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. સમિતિના પેરાજભાઈ સોલંકી, લીલાધર સોલંકી, વેરશી રબારી, ગૌરીશંકર જોષી, છોટુભાઈ પંચાલ વ્યવસ્થા સંભાળી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer