શોધકાર્ય વધે છે; લાઇફ સાયન્સ ભવનની માંગ બળવત્તર બને છે
ભુજ, તા. 17 : કચ્છ યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન વિષય સંબંધી એક પછી એક સંશોધનો બહાર આવી રહ્યા છે ત્યારે યુનિ.માં ગુજરાત સરકાર લાઇફ સાયન્સ મંજૂર કરે તેવી માંગ મજબૂત બની છે. બન્યો છે. આ પહેલાં રસાયણશાત્ર વિભાગમાંથી કૃષિ સહિતના ક્ષેત્રને જોડતા સંશોધનો બહાર આવ્યા હતા. ભૂસ્તરશાત્રમાં પણ ઘણી એવી શોધ?થઇ?છે જેમાં જીવ વિજ્ઞાનને સંબંધ?છે. હવે પર્યાવરણ વિભાગમાંથી પણ સૂક્ષ્મજીવને જોડતું સંશોધન આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યું છે ત્યારે યુનિ.માં લાઇફ સાયન્સ ભવન હોવું જોઇએ તેવો મુદ્દો ફરી વેગ પકડે છે. નોંધનીય છે કે, ત્રીજા કાયમી કુલપતિ ડો. સી. બી. જાડેજાના કાર્યકાળમાં લાઇફ સાયન્સ ભવનને મંજૂરી માટે પ્રયાસ થયા હતા. જો કે, હવે લગભગ એક વર્ષ આવશે, ઉચ્ચ પદો ઇન્ચાર્જના હવાલે છે ત્યારે વિકાસલક્ષી નિર્ણય પ્રક્રિયા ધીમી પડતી જાય છે. સરકારે જીવ વિજ્ઞાનના છાત્રો માટે અલાયદું ભવન મંજૂર કરવું જોઇએ.