કંડલા-અ''વાદ-નાસિકની ઉડાનનો પ્રથમ પ્રવાસી નવજાત શિશુ !

ગાંધીધામ, તા. 18 : એલાયન્સ એર દ્વારા આજથી કંડલા અમદાવાદ નાસિક વચ્ચે શરૂ કરાયેલી વિમાની સેવાની પ્રથમ ઉડાનનો પ્રથમ પ્રવાસી નવજાત બાળક હતું. 70 સીટર ફલાઈટમાં બે સીટ વચ્ચે અંતર વધુ પ્રમાણમાં હોવાથી સફર આરામદાયક રહે છે. આજે કંડલાથી અમદાવાદ વચ્ચેની પ્રથમ સફરનું પ્રથમ પ્રવાસી બે મહિનાનું બાળક પાર્થ વ્યાસ હતો. કંપનીના માર્કેટિંગ હેડ મનુ આનંદ દ્વારા આ પ્રથમ નવજાત પ્રવાસીને બોર્ડિંગ પાસ અપાયો હતો. પાર્થ તેની માતા સાથે કંડલાથી અમદાવાદ થઈ કોલકાતા જવા નીકળ્યો હતો. તેના માતાએ આ પ્રવાસ બદલ હર્ષની લાગણી વ્યકત કરી હતી. આ નવજાત પ્રવાસીને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer