તલાટી સહમંત્રીની હાજરી બાબતે લાલ આંખ

ભુજ, તા. 18 : જેના પર આખેઆખા જિલ્લાના મહત્ત્વના વિકાસકાર્યો અને સરકારની યોજનાઓની અમલવારીનો આધાર છે તેવા તલાટી સહમંત્રીઓને મોબાઈલ એપથી ગ્રામ પંચાયત નજીકથી ઓનલાઈન હાજરી પુરાવવી પડશે તેવી શનિવારે સરકારે આપેલી સૂચનાનો આજથી અમલ કરવા જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ હુકમ કર્યો હતો. ડીડીઓએ જણાવ્યું કે, જિલ્લા પંચાયતમાં અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની સાથે પોતે પણ બાયોમેટ્રિક પદ્ધતિથી હાજરી પૂરાવે છે. આવી રીતે અન્ય કર્મચારીઓ જેવા કે આંગણવાડી વર્કર, એફએચડબલ્યુ માટે તાલુકા પંચાયત, આરોગ્ય કેન્દ્રોમાં બાયોમેટ્રિક પદ્ધતિથી હાજરી પૂરવાનું અમલી જ છે. તલાટી સહમંત્રીઓના રાજ્ય સંગઠને વિરોધ કરવા આદેશ આપ્યો હતો પણ હવે સરકારે સૂચના આપી છે કે અમલ કરવાનો ફરજિયાત રહેશે. ઈ-ટીએએસ (તલાટી એટેન્ડન્ટ સિસ્ટમ)ના રજિસ્ટ્રેશન બે-ત્રણ દિવસમાં ગોઠવાઈ જશે. મોબાઈલ એપ યુપીએસ આધારિત છે. હાજરી ગ્રામ પંચાયત નજીકથી પુરાવે તો જ માન્ય ગણાશે. અમલ નહીં કરનારા તલાટી સહમંત્રીની જે-તે દિવસની કેઝ્યુઅલ લીવ ગણાશે. આગળ ઈએલ કપાત સહિતના પગલાં લેવાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer