હવે પોક્સોના કેસો અધિક જિલ્લા સરકારી વકીલ ચલાવી શકશે

હવે પોક્સોના કેસો અધિક જિલ્લા  સરકારી વકીલ ચલાવી શકશે
ભુજ, તા. 18 : ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા રાજ્યના દરેક જિલ્લાના અધિક જિલ્લા સરકારી વકીલની પોકસોના કેસો ચલાવવાની નિમણૂક કરતાં આમાં પશ્ચિમ કચ્છ જિલ્લાના વકીલ એચ. બી. જાડેજાનો સમાવેશ થયો છે. બાળકોની જાતીય સતામણીના પોકસોના કેસો સ્પેશિયલ પ્રોસીક્યુટરે ચલાવવાના હોય છે. સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન મુજબ આવા કેસોનો ઝડપી અને યોગ્ય રીતે નિકાલ થાય તેવા ઉદ્દેશથી આવા કેસો ચલાવા માટે ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા રાજ્યના દરેક જિલ્લાના અધિક જિલ્લા સરકારી વકીલની નિમણૂક કરાઇ?છે. આ નિમણૂકમાં સમાવેશ?પામેલા એચ. બી. જાડેજાએ 1999થી વકીલાતની શરૂઆત કરી હતી. રાજ્યભરમાં ચકચાર જગાવનારા નલિયા દુષ્કર્મકાંડમાં જ્યાં સુધી સરકારી વકીલ નહોતા નિમાયા ત્યારના શરૂઆતી પ્રથમ તબક્કામાં તમામ આરોપીઓની જામીન અરજી તેઓએ ધારદાર દલીલો કરી રદ્દ કરાવી હતી અને આ આરોપીઓને સુપ્રીમ સુધી જામીન મળ્યા નહોતા. છેલ્લા આઠ વર્ષથી એપીપી તરીકે રહેલા શ્રી જાડેજા મોટાભાગે લાંચ-રૂશ્વત વિરોધીના કેસો ચલાવી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer