બિદડાના કોમન સર્વિસ સેન્ટરને પ્રોત્સાહિત કરાયા

બિદડાના કોમન સર્વિસ સેન્ટરને પ્રોત્સાહિત કરાયા
માંડવી, તા. 14 : બિદડાના કોમન સર્વિસ સેન્ટર એચડીએફસી બેંકની સૌથી વધુ વિવિધ પ્રોડકટો ગ્રામજનો સુધી પહોંચાડવા, તહેવારો માટે લોન મેળા અને બેંકિંગ કેમ્પ યોજવા બદલ બેંકની માંડવી શાખા દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા. માંડવી એચડીએફસી બેંકના મેનેજર વૈભવ મહેતા અને તેમની ટીમ દ્વારા બિદડા વીએલઇ ભરતકુમાર સંઘારને પ્રોત્સાહિત કરાયા હતા. સરકારની આઇ.ટી. મિનિસ્ટ્રી અંતર્ગત કાર્યરત કોમન સર્વિસ સેન્ટર જે સી.એસ.સી. ઇ-ગવર્નસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા માંડવી તાલુકાના બિદડા ગામે બિદડા કોમન સર્વિસ સેન્ટર વિવિધ સરકારી અને અર્ધ-સરકારી સુવિધાઓ પૂરી પાડે છે. જેમાં નોંધનીય છે કે, ગ્રામ્ય કક્ષાએ બેંકિંગ સુવિધાની સગવડ પૂરી પાડે છે. જેમાં બેંક ઓફ બરોડા બિદડા બ્રન્ચથી બી.સી. પોઇન્ટ ચલાવે છે. વિશેષમાં તેઓ એચડીએફસી બેંક સાથે પણ બેંકિંગ ફેસિલિટર તરીકે કાર્ય કરે છે. જેમાં સેવિંગ એકાઉન્ટ ઓપનિંગ, કરંટ એકાઉન્ટ ઓપનિંગ, સખી મંડળ એકાઉન્ટ, હોમ લોન, સી.ડી. કન્સ્યુમર (ઇલે. આઇટમ મોબાઇલ, ટી.વી. ફ્રીઝ વગેરે) લોન, ઓટો લોન, પર્સનલ લોન, ધંધાકીય લોન, ફિક્સ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ, ક્રેડિટ કાર્ડ એપલીકેશન વગેરે બેકિંગ સુવિધા આપે છે. સરકારી વીમા જેમાં પ્રધાનમંત્રી અકસ્માત વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નેશનલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના વગેરેનો લાભ પણ આપે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer