તાલુકા કક્ષાએ આવાસી સુવિધા વિકસાવાશે

તાલુકા કક્ષાએ આવાસી સુવિધા વિકસાવાશે
ભુજ, તા. 14 : ભુજનાં ઉમેદભુવનનાં વિસ્તૃતીકરણના ભાગરૂપે ગ્રાઉન્ડ ફલોર ઉપર રૂા. 167.18 લાખના ખર્ચે 531 ચો.મી. વિસ્તારમાં બનાવવામાં આવેલાં બે સીટીંગ એરીયા, બેડરૂમ તથા ડાયનીંગની જોગવાઇવાળા તેમજ  બે લકઝીરીયસ વીઆઇપી કક્ષાના સ્યુટ મળી કુલ-4 રૂમોનું ભુજનાં ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયતના અધ્યક્ષ લક્ષ્મણાસિંહ સોઢા સહિતના આગેવાનો અને જિલ્લા કલેકટર એમ.નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં રાજ્યમંત્રી વાસણભાઈ આહીરના હસ્તે લોકાર્પણ કરાયું હતું.  સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી શ્રી આહીર નવનિર્મિત આધુનિક સુવિધાવાળા વીઆઇપી કક્ષાના રૂમોની તકતીનું અનાવરણ કરવાનાં પ્રસંગે જણાવ્યું હતું કે, કચ્છ પ્રવાસન ક્ષેત્રે જે રીતે હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે, તે જોતાં રાજ્ય સરકાર  વધુને વધુ આધુનિક સુવિધા સાથે કચ્છમાં આવનારા સૌ પ્રવાસીઓ કચ્છ માટેની સારી છાપ લઇને જાય તે માટેની આરામદાયક આવાસીય સુવિધા પણ ઊભી કરવાની દિશામાં આગળ વધે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં તાલુકાકક્ષાએ પ્રવાસીઓ માટેની આવી આવાસીય સુવિધાઓ પણ વધારવાના પગલાં લેવામાં આવનાર છે. તેમ જણાવી તેમણે જિલ્લાના વહીવટીતંત્ર અને માર્ગ-મકાન વિભાગને રાજય સરકાર વતી અભિનંદન આપ્યાં હતા. ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ હરીશ ભંડેરી, ઉપપ્રમુખ હિતેશ ખંડોલ, જિલ્લા પંચાયત સદસ્ય ભીમજી જોધાણી, તાલુકા મહામંત્રી ધનજીભાઇ ભુવા, પ્રવીણાસિંહ વાઢેર, કાનજી કાપડી, ડો. દીપક પટેલ, શ્રી ભદ્રા, ભરત સંઘવી, અનવર નોડે, સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ, ભુજ પ્રાંત મનીષ ગુરવાણી, માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી સોલંકી, આર.બી.પંચાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer