નખત્રાણામાં મહેસૂલ તંત્રની ટીમોએ 267 બોગસ રેશનકાર્ડ જપ્ત કર્યા

નખત્રાણા, તા. 14 : જિલ્લા કલેક્ટરની સૂચનાથી અહીંના પ્રાંત અધિકારી જી. કે. રાઠોડ તેમજ મામલતદાર પ્રવીણસિંહ જૈતાવતના નેજા હેઠળ બનાવેલી છ ટીમો દ્વારા તાલુકાના રાશનની દુકાનોમાં તપાસ દરમ્યાન 267 જેટલા રાશનકાર્ડ શંકાસ્પદ જણાતાં આ રાશનકાર્ડ રદ કરતાં સપાટો બોલાવવામાં આવ્યો છે.આ અંગે મામલતદાર પ્રવીણસિંહ જૈતાવતે કચ્છમિત્રને માહિતી આપતાં કહ્યું હતું કે, જિલ્લા કલેક્ટરની સૂચના પ્રમાણે વીસ રાશનની દુકાનોની તપાસ કરતાં જણાવાયું હતું કે તે માટે છ એક જેટલી છ નાયબ મામલતદાર રેવન્યૂ તલાટી સાથે વિવિધ રાશનકાર્ડની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન 267 જેટલા રાશનકાર્ડ એવા નીકળ્યા હતા કે આર્થિક રીતે સદ્ધર હોય અને રાશનકાર્ડ આપવામાં આવ્યા હતા અને અમુક કિસ્સામાં મરણ પામનારના પણ આપવામાં આવ્યા હતા. જે એકીસાથે રદ થતાં ફેરપ્રાઇઝ શોપ ધરાવતાઓમાં સોપો પડી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમય બાદ આ રીતે પ્રાંત અધિકારી-મામલતદારના વડપણ હેઠળ ટીમો બનાવી તપાસ કરાતાં આ ગેરરીતિ બહાર આવી હતી. તો અમુક કિસ્સાઓમાં બોગસ અંગૂઠા પણ કોમ્પ્યુટરમાં મેચ ન થતાં તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. વધુમાં તાલુકામાં એંસી જેટલી સરકારી રેશનિંગની કન્ટ્રોલ છે તેની પણ કડક તપાસ હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer