જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં બાળકોએ ચાર સ્પર્ધામાં સર્જકતાને ખીલવી

ભુજ, તા. 14 : જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં બાલકલાકારોની સર્જકતા ખીલી ઊઠી હતી. મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી ઉજવણી અંતર્ગત ચિત્ર, કાવ્યલેખન, નિબંધ અને વકતૃત્વ સ્પર્ધા બાર વિભાગોમાં યોજાઈ હતી. ધો. 6થી 12ના વિદ્યાર્થીઓ માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ ખાતે જીસીઈઆરટી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ દ્વારા આયોજન કરાયું હતું જેમાં તાલુકા અને એસવીએસમાં પ્રથમ સ્થાને વિજેતા થનારા 80 બાલકલાકારો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. ડાયેટ પ્રાચાર્ય હસુમખ ગોર અને બાલકલાકારો દ્વારા દીપપ્રાગટય કરાયું હતું જિ.પ્રા. શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર અને જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાનભાઈ પ્રજાપતિએ બાલકલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. સ્પર્ધાનું માળખું અને આયોજનનો હેતુ સંયોજક વ્યાખ્યાતા સંજય પી. ઠાકરે જણાવ્યું હતું. સંચાલન ડો. દક્ષાબેન મહેતા, ડો. રક્ષાબેન ઉપાધ્યાય, અશ્વિનભાઈ સુથાર , સમીર ચંદારાણા અને ઉષ્માબેન શુક્લએ કર્યું હતું. ચિત્ર સ્પર્ધામાં ધો. 6થી 8માં પ્રથમ અબ્બાસ સુમરા (ઓરીરા), ધો. 9થી 10માં પ્રથમ ભૂમિકા ચતુર્વેદી (ગાંધીમામ) અને ઉચ્ચ માધ્ય.માં હેતવી અઘારા (ગાંધીધામ) વિજેતા થયા હતા. કાવ્યલેખનમાં ધો. 6થી 8માં પ્રથમ સ્નેહ પટેલ (રત્નાપર), ધો. 9થી 10માં પ્રિયા જસાણી (ભુજપુર) ધો. 11થી 12માં કૃપા સોની (માંડવી), નિબંધ સ્પર્ધામાં ધો. 6થી 8માં પ્રથમ અંજલિ ખાંભડ (ઘડુલી), ધો. 9થી 10માં દિયા છાભૈયા (ભુજ) અને 11થી 12માં દીપાલી મહેશ્વરી (ભચાઉ) વિજેતા, વકતૃત્વ સ્પર્ધામાં ધો. 6થી 8માં પ્રથમ ચાંદની સોલંકી (ગાંધીધામ), ધો. 9થી 10માં સાનિયા ખત્રી (ભુજપુર) અને 11થી 12માં પ્રતિક્ષાબા જાડેજા (કેરા)?વિજેતા થયા હતા. પ્રથમ સ્થાન મેળવનારા બાલ સર્જકો નજીકના ભવિષ્યમાં રાજ્યકક્ષાએ કચ્છનું પ્રતિનિધિત્વ કરશે. બાલકલાકારોને રોકડ પુરસ્કાર, સ્મૃતિચિહ્ન, પ્રમાણપત્ર અને શૈક્ષણિક કિટથી નવાજવામાં આવ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer