આજે ભુજમાં સેવા સેતુ કાર્યક્રમ

ભુજ, તા. 14 : સરકાર દ્વારા રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાના વ્યક્તિલક્ષી પ્રશ્નોની રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે નગરપાલિકા કક્ષાએ સેવા સેતુ પાંચમા તબક્કાનો કાર્યક્રમ નગરપાલિકા કક્ષાએ તા. 15/11ના સવારે 9થી 2 સુધી મુંદરા રોડ, રિલાયન્સ મોલની સામે, ભુજ હાટ મધ્યે વોર્ડ નંબર 9, 10 અને 11ના નાગરિકો માટે યોજાશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં વ્યક્તિગત પ્રશ્નો જેવા કે નવું રાશનકાર્ડ, નામ સુધારો, ઉમેરવું કે કમી કરવું, અલગ રાશનકાર્ડ, અન્નપૂર્ણા યોજના રાશનકાર્ડ, દિવ્યાંગ કાર્ડ, ઉજાલા યોજના, એસ.ટી. કાર્ડ, બેન્કેબલ યોજના, આધાર કાર્ડ, જાતીના દાખલા,  કુંવરબાઈનું મામેરું, વિધવા સહાય, કસ્તૂરબા પોષણ સહાય યોજના, જન્મ-મરણ પ્રમાણપત્ર, પ્રોપર્ટી લાયસન્સને લગતી સેવા, મિલકત વેરાને લગતી સેવાઓ વગેરે જેવા પ્રશ્નોનું સ્થળ?પર યોગ્ય નિકાલ કરવા વિવિધ કચેરીના અધિકારીઓ તેમજ તેમના પ્રતિનિધિઓ હાજર રહેશે. આમાં જિલ્લા પુરવઠા અધિકારી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, વિભાગીય નિયામક, એસ.ટી., સિવિલ સર્જન, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ડિસ્ટ્રીક્ટ લેન્ડ રેકર્ડ અધિકારી, જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, મામલતદાર, સિટી સર્વે સુપરિટેન્ડેન્ટ, પ્રોગ્રામ ઓફિસર, આઇ.સી.ડી.એસ. ઓફિસ, જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, અર્બન હેલ્થ ઓફિસર, અર્બન હેલ્થ યુનિટ-ભુજ, અધીક્ષક ઇજનેર પીજીવીસીએલ વિગેરે ઉપસ્થિત રહેશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer