ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 17મીથી શરૂ થતી પરીક્ષાઓ માટે જાહેરનામું

ભુજ, તા. 14 :ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય કલાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષા તા. 17/11ના યોજાશે.  આ પરીક્ષાઓ દરમ્યાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા માટે પ્રતિબંધાત્મક હુકમો જારી કર્યા છે. જિલ્લામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય કલાર્ક અને સચિવાલય ઓફિસ આસિ. વર્ગ-3ની પરીક્ષાના ઉમેદવારો અસામાજિક તત્ત્વોના ત્રાસ અને ભય વિના પરીક્ષા આપી શકે તથા પરીક્ષા સ્થળના સંચાલકો  અસામાજિક તત્ત્વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાઓનું સંચાલન કરી શકે તેમજ કસોટી સમય દરમ્યાન જાહેર વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ?અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી  તથા પરીક્ષા દરમ્યાન ચોરીના દૂષણના કારણે તેજસ્વી પરીક્ષાર્થીઓના ભાવિ પર અસર ન પડે તે માટે કોપીરાઇટ/ડુપ્લિકેટ પ્રશ્નપત્રો કે તેના ઉત્તરો કોપીઇંગ મશીન દ્વારા ન થાય તથા પરીક્ષા ખંડમાં ન પહોંચે તે માટે પ્રતિબંધિત પગલાં લેવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ એમ. નાગરાજન ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ 144 મુજબ મળેલી સત્તાની રૂએ સ્પર્ધાત્મક પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડિંગોના 100 મીટર ત્રિજ્યાના વિસ્તારમાં તા. 17/11ના સવારે 8થી બપોરે 2 સુધી અમલમાં રહેશે. આ હુકમનો કોઇ પણ ખંડ કે ભાગ ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ શિક્ષાને પાત્ર થશે, તેવું માહિતી ખાતાની યાદીમાં જણાવાયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer