સારા વરસાદે જાણે તંત્રની પોલ પાધરી કરી : ભુજ-ભચાઉ માર્ગ બન્યો દયનીય

સારા વરસાદે જાણે તંત્રની પોલ પાધરી કરી : ભુજ-ભચાઉ માર્ગ બન્યો દયનીય
નવી દુધઈ, તા. 8 : ભુજ-ભચાઉ હાઈવે ખખડધજ હાલતમાં આવી ગયો છે. આ વર્ષે સારો વરસાદ થવાના કારણે આ હાઈવે પર જ્યાં જુઓ ત્યાં મોટા ગટર જેવા ખાડાં જોવા મળે છે. જેમાં તંત્રની પોલ જાણે ખૂલી  ગઈ છે. પહેલા પણ આ રસ્તાઓ ઉપર ખાડાં થયેલા પરંતુ વારંવાર રજૂઆતના પગલે તંત્ર ખાડાની લીપાપોતી કરી ચાલ્યું જતું હતું. હાલે ધમડકા પુલની એક સાઈડ સાવ ફેલ થઈ છે. લોકો પોતાના વાહન હંકારતા બીવે  છે જેથી ફરજિયાત રોંગ સાઈડમાં ગાડી હંકારે છે. જ્યારે ધમડકા પુલ પર આ રસ્તાના કારણે ધમડકાપુલ ઉપર જ છ અકસ્માતમાં છ એ જણનો આ રસ્તાએ ભોગ લીધો છે. નવા ગામ પુલિયા પાસે પણ દયનીય હાલત છે. ત્યાં પણ અકસ્માતમાં માનવજીવ હોમાયા છે. આશાપુરા કેમ્પની ગોલાઈ પાસે પણ રસ્તાની વચ્ચો વચ્ચ ગાબડું છે. કોટડા ટી. પી. એલ. કેમ્પની પાસે પણ રસ્તાઓ ભયજનક સપાટી પર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer